MSP registration Gujarat | ગુજરાતમાં ખરીફ સિઝન ૨૦૨૬-૨૭ દરમિયાન મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટે રાજ્ય સરકાર દ્વારા નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ખેડૂતો ૧૦ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર સુધી ઈ-ગ્રામ કેન્દ્રો પર વિના મૂલ્યે નોંધણી કરાવી શકશે.
ચાલુ વર્ષે રાજય સરકાર દ્વારા ૨૦૨૬-૨૭ પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીન પાક માટે ટેકાના ભાવ જાહેર કરાયા છે. ત્યારે ટેકાના ભાવે આ ખેત પેદાશો વેચવા ઈચ્છતા ખેડૂતો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનનો તંત્ર દ્વારા પ્રારંભ કરાયો છે.
૧૦ મી સપ્ટેમ્બરથી શરૃ કરાયેલ અને ૯ મી ઓકટોમ્બર સુધી ચાલનાર આ રજીસ્ટ્રેશનને લઈ જિલ્લાના ખેડૂતોને સમયસર જરૃરી આધાર રેકર્ડ પુરાવા સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી લેવા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અપીલ કરાઈ હતી.
વર્ષ ૨૦૨૬-૨૭ માં પ્રાઈઝ સપોર્ટ સ્કીમ હેઠળ સરકાર દ્વારા મગફળીના રૃ.૭૫૧૭, મગના રૂ.૮૭૮૦, અડદના રૂ.૮૨૦૦ અને સોયાબીનના રૂ.૫૭૮૦ના પ્રતિ કવીન્ટલ ટેકાના ભાવ જાહેર કરાયા છે.
ટેકાના ભાવે આ ખેત પેદાશો વેચવા ઈચ્છતાં ખેડૂતો માટે તા.૧૦/૯/૨૬ થી તા.૯/૧૦/૨૦૨૬ સુધી તંત્ર દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન શરૂ કરાયું છે. ત્યારે જિલ્લામાં ઓનલાઈન નોંધણી માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરાવેલ ખેડૂતોએ ફાર્મર આઈડી ધરાવતા ખેડૂતોના આધાર ઓથેન્ટિટેકશન દ્વારા ઈ-ગ્રામ કેન્દ્રો પર વીસીઈ કે વીએલઈ મારફતે વિના મુલ્યે નોંધણી કરવા ખેતીવાડી વિભાગ દ્વારા અનુરોધ કરાયો હતો.
જિલ્લા ખેતીવાડી અધિકારી પી.બી.પરમાર ના દ્વારા ખેડૂતોને ૭-૧૨, ૮-અ, પાક વાવેતર માટે નો તલાટીનો દાખલો, આધાર કાર્ડ, બેંક ખાતાની વિગત અને મોબાઈલ નંબરની વિગતો સાથે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા અને જરૂર જણાયે ગ્રામ સેવક, તાલુકા અમલીકરણ અધિકારી એ ખેતીવાડી શાખાનો સં૫ર્ક કરવા જણાવાયું હતું.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…