Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે સુરેન્દ્રનગરના પંપો પર વાહનોની લાંબી કતારો

user 2 23 March 2026
પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે સુરેન્દ્રનગરના પંપો પર વાહનોની લાંબી કતારો

મિડલ ઈસ્ટમાં ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધની અસર હવે ગુજરાતના બજારોમાં જોવા મળી રહી છે. ખાસ કરીને અમદાવાદમાં પેટ્રોલ-ડીઝલના લિમિટેડ કોટા અને ઈંધણની અછત હોવાની અફવા વાયુવેગે ફેલાતા સુરેન્દ્રનગર સહિત સમગ્ર ઝાલાવાડમાં ફફડાટ વ્યાપ્યો છે.

સોમવારે બપોર બાદ સુરેન્દ્રનગર શહેર, વઢવાણ, લીંબડી, ધ્રાંગધ્રા અને ચોટીલા સહિતના તમામ તાલુકાઓમાં પેટ્રોલ પંપ પર વાહનચાલકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. અનેક સ્થળોએ 1 કિલોમીટરથી પણ લાંબી કતારો લાગતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Join Our WhatsApp Group

વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાવાની ભીતિને પગલે લોકોમાં ડર છે કે આગામી દિવસોમાં ઈંધણ મળવું મુશ્કેલ બનશે. આ અફવાને કારણે લોકો પોતાની ગાડીઓની ટાંકીઓ ફૂલ કરાવવા અને વધારાના કેન ભરવા માટે પડાપડી કરી રહ્યા છે. રજાઓના કારણે પુરવઠો સમયસર ન પહોંચતા કેટલાક ખાનગી પેટ્રોલ પંપ પર ‘નો સ્ટોક’ ના બોર્ડ પણ લાગ્યા હતા, જેનાથી ગભરાટમાં વધારો થયો હતો. જોકે, સરકારી ઓઈલ કંપનીઓના પંપ પર વેચાણ ચાલુ રહ્યું હતું.

આ ગંભીર સ્થિતિને જોતા સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કે.એસ. યાજ્ઞિકે સત્તાવાર નિવેદન જારી કરીને લોકોને અપીલ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ અને CNG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. નાગરિકોએ સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દોરવાવું નહીં અને બિનજરૂરી સંગ્રહખોરી કરવી નહીં. કલેક્ટરે વધુમાં ચેતવણી આપી છે કે જો કોઈ વ્યક્તિ કે વેપારી ગેરકાયદેસર રીતે ઈંધણનો સંગ્રહ કરતા ઝડપાશે, તો તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં તંત્ર દ્વારા તમામ પંપ પર રાબેતા મુજબ પુરવઠો મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું 757 કરોડનું બજેટ: અમદાવાદની થીમ પર શહેરનો થશે સ્માર્ટ વિકાસ
Next: થાનગઢના સોનગઢમાં દીપડાનો આતંક: 15 દિવસમાં 8 પશુઓના મારણથી ગ્રામજનોમાં ફફડાટ

Related News

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

user 2 25 March 2026
સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

સુરેન્દ્રનગર હોસ્પિટલમાં મોનિટરિંગ-વેન્ટિલેશન સિસ્ટમ કાર્યરત, જટિલ સર્જરીઓ વધુ સુરક્ષિત બનશે

user 2 24 March 2026
મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

મુળીના આસુન્દ્રાળીમાં ગેરકાયદે ખનન બદલ ભવાનીગઢના ઉપસરપંચ પદભ્રષ્ટ

user 2 24 March 2026

Recent Post

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રાની કારદારની શેરીમાંથી વરલી મટકાના જુગાર રમાડતો શખ્સ ઝડપાયો

25 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

25 March 2026
ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

ધ્રાંગધ્રાના વિરેન્દ્રગઢમાં રણકાંઠાના 177 વિદ્યાર્થીઓને નિઃશુલ્ક સાયકલ વિતરણ

25 March 2026
ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

ધ્રાંગધ્રામાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ: મોચીવાડ પાસે છરી સાથે પસાર થતો શખ્સ ઝડપાયો

25 March 2026
ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

ધ્રાંગધ્રાના ધ્રુમઠમાં LCBનો દરોડો: પાંચ શખ્સ જુગાર રમતા ઝડપાયા

25 March 2026
થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

થાનગઢ રેલવે સ્ટેશનમાં ગંદકીનું સામ્રાજ્ય: પીવાના પાણી માટે ગ્લાસ નથી અને શૌચાલયની કુંડીઓ છલકાઈ

25 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add