Categories: Uncategorized

સુરેન્દ્રનગરમાં ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ, દૈનિક 100 ખેડૂતની મગફળી ખરીદાશે

  • પ્રતિ મણ રૂ. ૧૪૫૨ના ભાવે ખરીદી શરૂ, મુળી તાલુકાના 4700 ખેડૂતોને આર્થિક ટેકો પૂરો પાડવાનું લક્ષ્ય
  • સુવ્યવસ્થિત મોનિટરિંગ સાથે દૈનિક ૧૦૦ ખેડૂતોની મગફળી ખરીદાશે.
  • ખેડૂતોએ પ્રાંત અધિકારી અને કૃષિ અધિકારીને રજૂઆત કરી ક્વોલિટીમાં બાંધછોડ આપવા કરી માંગ

ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે, આજથી મૂળી APMC ખાતે સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે.

એપીએમસી સેક્રેટરી જીતેન્દ્રસિંહ પરમારે ખરીદ પ્રક્રિયા અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા પ્રતિ મણ મગફળીનો ટેકાનો ભાવ રૂ. ૧૪૫૨થી ખરીદીની શરૂઆત કરવામાં આવી છે. મુળી સેન્ટર ઉપર અંદાજિત ૪૭૦૦ ખેડૂતો પાસેથી મગફળીની ખરીદી કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આજે, મુહૂર્તમાં, શરૂઆતમાં ૧૦ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવવામાં આવ્યા છે.

આગામી દિવસોમાં પ્રતિ દિવસ અંદાજિત ૧૦૦ ખેડૂતોની મગફળીની ખરીદી કરવામાં આવશે. ખરીદ કેન્દ્ર પર ખેડૂતોને કોઈપણ જાતની અગવડતા ન પડે તે માટે પૂરતી કાળજી રાખવામાં આવી છે અને સુવ્યવસ્થિત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. આ સરકારી પહેલથી ખેડૂતોને તેમની મગફળીના સારા ભાવ મળી રહેશે અને તેમને આર્થિક ટેકો પૂરો પાડવામાં આવશે. આમ વ્યવસ્થિત આયોજનને કારણે ખરીદીની પ્રક્રિયા ઝડપી અને પારદર્શી રીતે પૂર્ણ થશે..

● વરસાદના કારણે મગફળીની ક્વોલિટી થોડી ખરાબ થઈ છે તેમાં બાંધછોડ આપવા ખેડૂતોએ અધિકારીઓ સમક્ષ માંગ કરી..

તાજેતરમાં જે પાછળ નો વરસાદ થયો છે અને માવઠાના કારણે વરસાદ થયો છે જેને લઇને ખેડૂતોના ખેતરમાં પડેલી મગફળી છે તે પલડી જવા પામી છે પરિણામે ખેડૂતોની મગફળી છે તેની ક્વોલિટી થોડી ખરાબ થઈ ગઈ છે ત્યારે હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ કરવામાં આવ્યો છે ત્યારે ૨૦૦ ગ્રામ મગફળી માંથી ૧૪૦ ગ્રામ દાણા નીકળવા ફરજિયાત છે પરંતુ તેમાં થોડી કરી અને થોડી ક્વોલિટી ખરાબ હોય તો પણ મગફળીની ખરીદી કરી લેવા ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારી અને કૃષિ વિભાગના અધિકારીઓ સમક્ષ માં કરવામાં આવી છે..

● ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ પરંતુ કારીગરોની અછત પૂરતા કારીગરો કેન્દ્ર ઉપર ઉપલબ્ધ કરવા આપવામાં આવી સૂચના..

ટેકાના ભાવે મગફળી ખરીદીનો સુરેન્દ્રનગરના મૂળી માર્કેટિંગ યાર્ડ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા મહુર્ત કરવા માટે મગફળીનું વેચાણ કરવામાં આવ્યું છે ત્યારે કારીગરોની અછત હોવાના કારણે થોડી હાલાકીનો સામનો છે તે કરવો પડ્યો હતો. પરંતુ કૃષિ અધિકારી મુકેશ પરમાર દ્વારા માર્કેટિંગ યાર્ડના હાજર કર્મચારીઓને સૂચના આપવામાં આવી હતી કે પૂરતા કર્મચારીઓ ઉપલબ્ધ કરવામાં આવે અને વ્યવસ્થિત રીતે ટેકા ના ભાવે મગફળીની ખરીદી થાય તે પ્રકારની તકેદારી રાખવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી..

surendranagarupdate1@gmail.com

Share
Published by
surendranagarupdate1@gmail.com

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

5 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago