Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં સરકારી એસટી બસોએ જ નિયમો નેવે મુક્યા

jeet 7 December 2025
20251207_101148_0000

સુરેન્દ્રનગર થી કોટડા જતી એસટી બસમાં મૂળ ક્ષમતા કરતા ડબલ પેસેન્જર ભરવામાં આવ્યા..

સાંજના સમયે કોટડા જવા માટે એક માત્ર એસટી બસ હોવાના કારણે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર..

Join Our WhatsApp Group

સલામત સવારી એસટી બસ હમારી ના સ્લોગન એસટી બસો ઉપર લગાવવામાં આવતા હોય છે પરંતુ સુરેન્દ્રનગરમાં એસટી બસો સતત વિવાદમાં રહેતી હોય છે ત્યારે ખાસ કરીને પેસેન્જરની સંખ્યામાં બિનપ્રતિદિન વધારો થઈ રહ્યો છે તેની સામે જેટલા પ્રમાણમાં જોઈએ તેટલી બસો એસટી નિગમ દ્વારા સુરેન્દ્રનગર એસટી ડેપોને આપવામાં આવી રહી નથી જેને લઈને ગ્રામીણ વિસ્તારોમાં દિવસભરમાં એકમાત્ર બસ જતી હોય છે અને જિલ્લાના આને કેવા ગામડાઓ છે જ્યાં આખો દિવસ એક પણ એસટી બસ નથી જઈ રહી.

ત્યારે સાંજના સમયે કોટડા ગામ તરફ જતી એકમાત્ર એસટી બસમાં મૂળ કેપેસિટી થી ડબલ પેસેન્જરોને ભરવામાં આવ્યા છે સાંજના સમયે એકમાત્ર બસ કોટડા તરફ જતી હોવાના કારણે અપડાઉન કરતા વિદ્યાર્થીઓ નોકરીયાત વર્ગ આ બસમાં બેસી અને મુસાફરી કરતા હોય છે ત્યારે એક બસમાં અંદાજિત 100 થી વધુ મુસાફરોને ભરવામાં આવ્યા છે ઓવરલોડ એસટી બસ જ ચાલી રહી છે.

એસટી બસ ચલાવતા ડ્રાઇવરોની કેબિનમાં પણ મજબૂરીના પગલે પેસેન્જરને બેસાડવામાં આવી રહ્યા છે એકમાત્ર કોટડા તરફ જતી એસટી બસ સાંજના સમયે હોવાના કારણે ઘસારો વધુ પડતો જોવા મળી રહ્યો છે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તે જરૂરી છે નહીંતર મોટો અકસ્માત સર્જાશે અને અનેક પેસેન્જરને જાનહાનિ થશે અને મોટી દુર્ઘટના સર્જાવાના પણ એંધાણ હાલ વર્તાઈ રહ્યા છે.

બીજી તરફ પેસેન્જરની કેપેસિટી કરતા વધુ પેસેન્જર એસટી બસોમાં બેસાડવામાં આવતા સરકારી નિયમો એસટી વિભાગ નિયમો નેવે મુક્તા હોય તેવો પણ સુરેન્દ્રનગર જિલ્લામાં ઘાટ સર્જાઈ જવા પામ્યો છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં અકસ્માત નિવારવા માર્ગો પર થર્મોપ્લાસ્ટ અને કેટ-આઈની કામગીરી શરૂ
Next: જાળવણીના અભાવના પગલે સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ દૂષિત બન્યો

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add