Seva Setu Camp | સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા જીનતાન રોડ સ્થિત ઉત્તર ઝોન કચેરી ખાતે જનકલ્યાણકારી ‘સેવા સેતુ’ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
આ વિશિષ્ટ કેમ્પનો મુખ્ય હેતુ નાગરિકોને સરકારી યોજનાઓના લાભો અને જરૂરી દાખલાઓ એક જ સ્થળેથી સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો હતો.
આ કાર્યક્રમમાં 2200 થી વધુ ઉત્સાહી લાભાર્થીઓએ હાજરી આપીને વિવિધ નાગરિક સેવાઓનો સીધો લાભ મેળવ્યો હતો.
આ સેવા સેતુ કેમ્પ દરમિયાન ટેક્સ વિભાગની કામગીરી, જન્મ-મરણના દાખલા, આયુષ્યમાન કાર્ડ, વિધવા સહાય, કાર્ડ સુધારા-વધારા, એસ.ટી. બસ પાસ, વૃદ્ધ સહાય અને રેશનકાર્ડને લગતી કામગીરી હાથ ધરવામાં આવી હતી.
તંત્રના આ પ્રજાલક્ષી અભિગમથી નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કામાંથી મુક્તિ મળી હતી. અધિકારીઓએ નાગરિકોને સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે મેયર રાકેશભાઈ રાઠોડ, મ્યુનિસિપલ કમિશનર જે. કે. જાદવ, ડેપ્યુટી મેયર સ્મિતાબેન રાવલ અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિખિલ ચાપાનેરી ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
