Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ..

jeet 28 October 2025
Untitled design_20251028_221608_0000

સુરેન્દ્રનગરના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતોએ નોંધાવ્યો વિરોધ..

ખેત વપરાશ માટે નાખવામાં આવેલી વીજ લાઇનના કિંમતી સાધનોની તસ્કરો દ્વારા ચોરી કરવા મુદ્દે રોષ..

Join Our WhatsApp Group

ગણતરીના દિવસોમાં 8 ઘટનાઓ બની..

પોલીસ તપાસ ન કરતી હોવાના ખેડૂતોના આક્ષેપ..

ખેત વપરાશમાં સિંચાઈ માટે ઉપયોગી મોટરો કિંમતી વાઈયરોની તસ્કરો ચોરી કરતા ખેડૂતોમાં રોષ..

સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને ખેતી કરવી એટલે હવે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ થઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાય જેવા પામ્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાનો ખેડૂત સતત બે વર્ષથી માવઠાનો માર સહન કરતો આવ્યો છે બીજી તરફ કુદરતી આફત તો થઈ રહી છે પરંતુ માનવ સર્જિત આફતો સામે પણ ખેડૂતો હવે લડી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકાના ગોદાવરી ગામે તસ્કરોના ત્રાસ મુદ્દે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે.

તસ્કરો દ્વારા રાત્રી દરમિયાન ખેડૂતોએ સિંચાઈ માટે જે મોટર ગોઠવી હોય તેના કિંમતી વાયરો અને ઈલેક્ટ્રીક મોટરોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે ગણતરીના દિવસોમાં આઠ જેટલી ઘટનાઓ બની છે આ અંગે પોલીસમાં રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારના ગુના દાખલ ન કરવામાં આવતા હોવાનો આક્ષેપ છે તે ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે કીમતી વાયરોની ચોરી કરવામાં આવતા ખેડૂતોની ઇલેક્ટ્રીક મોટરો શરૂ નથી થતી જેને લઈને ખેડૂતો સિંચાઈ માટેનું નદીમાંથી પાણી ન લઈ શકતા હોવાનો પણ ખેડૂતોએ જણાવ્યું છે.

આ અંગે ખેડૂતો દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે અને તસ્કરો ઉપર કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આમ તો પોલીસ રાત્રી દરમિયાન પેટ્રોલિંગ કરતી હોવાના દાવાઓ કરતી હોય છે પરંતુ તે છતાં પણ રાત્રિ દરમિયાન ખેડૂતોના સંસાધનોની તસ્કરો દ્વારા ચોરી કરવામાં આવી રહી છે અને હવે તસ્કરો ખેડૂતના સાધનો અને કીમતી વાયરો પણ નથી મૂકી રહ્યા કોપર અને ખાસ કરીને પિત્તળની લાલચથી સમગ્ર ખેડૂતની ઇલેક્ટ્રીક લાઈન તોડી નાખવામાં આવી રહી છે અને તે વાયરોની ચોરી કરી અને ઇલેક્ટ્રીક સંસાધનોની પણ ચોરી કરવામાં આવી રહી છે.

પેટ્રોલિંગ વધારી તસ્કરો સામે પગલાં ભરવા ખેડૂતોએ માંગ કરી છે ખેડૂતોના સિંચાઇના કિંમતી સાધનોની ચોરી થી ખેડૂતો પોતાના ખેતરોમાં પિયત પણ નથી કરી શકતા જેને લઈને પોલીસ કામગીરી સામે પણ ખેડૂતોએ રોજ વ્યક્ત કરી આવા તસ્કરો પર કાયદાનું ભાન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુખ્ય 3 માંગણી સાથે સુરેન્દ્રનગરના મુળી ખાતે ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત..
Next: સુરેન્દ્રનગરમાં ખનિજ માફિયાઓ બેફામ – થોરિયાળી સુદામડા રોડ પર 1 કિમિ સુધી કાળા પથ્થર રોડ પર વેરાણા

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add