Categories: Uncategorized

મુખ્ય 3 માંગણી સાથે સુરેન્દ્રનગરના મુળી ખાતે ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત..

મુખ્ય 3 માંગણી સાથે સુરેન્દ્રનગરના મુળી ખાતે ખેડૂતોએ તંત્રને કરી રજૂઆત..

તંત્ર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું..

કડદા પ્રથા બંધ કરવા તેમજ ટેકાના ભાવે મગફળી ખરીદી અંગેની સ્પષ્ટતા કરવા અને 85 જેટલા ખેડૂતો ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે કેસો પરત લેવાની માંગ સાથે કરાઈ રજૂઆત..

સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકામાં કડદા મુદ્દે ખેડૂતોનો રોષ ફાટી નીકળ્યો હતો. બોટાદ જિલ્લાના હડદડ ગામમાં ખેડૂતો પર થયેલા દમન અને અન્યાય સામે કિસાન એકતા મંચ ગુજરાતના નેજા હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહી મૂળી મામલતદાર કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી.

ખેડૂતોના આગેવાનોએ મામલતદારને આવેદનપત્ર પાઠવી અનેક માંગણીઓ રજૂ કરી હતી.

આવેદનપત્રમાં જણાવ્યા પ્રમાણે કપાસના પાકની ખરીદી વખતે વેપારીઓ દ્વારા ખેડૂતોને મળતા ભાવમાં થતો કડદા તાત્કાલિક રીતે બંધ કરાવવો, તેમજ સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે નક્કી કરાયેલી 70 મણની લિમિટ વધારીને ઓછામાં ઓછું 250 મણ કરવામાં આવે તેવી મુખ્ય માંગણી રાખવામાં આવી હતી.

તે ઉપરાંત બોટાદના કડદા ગામમાં 85 ખેડૂતો સામે ખોટા કેસો દાખલ કરી દમન સહિત કાર્યવાહી કરનાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા, નિર્દોષ ખેડૂતોને ન્યાય મળે અને પોલીસ દ્વારા પરિવાર સાથે કરાયેલા દમનની તપાસ થાય તેવી માંગ સાથે અવેદનપત્ર પાઠવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કિસાન એકતા મંચના આગેવાનોએ જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતમાં વિશાળ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી

મૂળી મામલતદાર કચેરી આગળ ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ખેડૂતો દ્વારા ઉગ્ર રોષ ઠાલવવામાં આવ્યો હતો. કિસાન એકતા મંચના પ્રતિનિધિઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે આ લડત ખેડૂત હક માટેની છે અને ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓની લડત ચાલુ રહેશે તેવી ચીમકી આપવામાં આવી હતી..

કડદાપ્રથા નાબૂદ કરી અને 85 જેટલા ખેડૂતો અને જેલ મુક્ત કરી કહેશો પરત ખેંચવાની માંગ કરવામાં આવી હતી આ ઉપરાંત આ મગફળી ટેકાના ભાવે છે ખરીદી સરકાર કરવાની છે તેની સ્પષ્ટતા કરવાની માંગ પણ સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા કરવામાં આવી છે આ મુદ્દે આવેદનપત્ર આપી અને રાજ્યપાલ સુધી આવેદનપત્ર પહોંચાડવાની માંગ કરવામાં આવી છે

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

7 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago