Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો

user 2 30 March 2026
દુધરેજમાં RSS પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદનો સેવા મિલન યોજાયો

સુરેન્દ્રનગરના સુપ્રસિદ્ધ દુધરેજ વડવાળા મંદિર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રેરિત ગુજરાત કલ્યાણ પરિષદ ટ્રસ્ટ દ્વારા ‘વિભાગ સેવા મિલન’ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સેવાભાવી કાર્યકર્તાઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી. આ અવસરે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલા વિવિધ સેવાકાર્યોની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી અને સૌરાષ્ટ્ર પ્રાંત કાર્યવાહ મહેશભાઈ ઓઝાના હસ્તે ગુજરાત કલ્યાણ પરિષદની અધિકૃત વેબસાઈટનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

Join Our WhatsApp Group

વડવાળા મંદિરના કોઠારી મુકુંદરામજીએ સંઘના સેવાકાર્યોની પ્રશંસા કરતા જણાવ્યું કે, દેશ પર આવતી કોઈપણ આપત્તિમાં સ્વયંસેવકો હંમેશા અગ્રેસર રહે છે. પદ્મશ્રી ડો. જગદીશભાઈ ત્રિવેદીએ પોતાના પ્રેરક ઉદબોધનમાં જણાવ્યું કે, સેવાના માર્ગે ચાલવા માટે અહંકારનો ત્યાગ જરૂરી છે. તેમણે ‘લેના બેંક’ને બદલે ‘દેના બેંક’ બનવા પર ભાર મૂક્યો હતો અને સ્વયંસેવકને સર્વશ્રેષ્ઠ સેવક ગણાવ્યા હતા. ડો. ત્રિવેદીએ ઉમેર્યું કે આપણી ભાષા, ભૂષા, ભોજન અને ભજન જાળવી રાખવા એ જ નિસ્વાર્થ સેવાનો પાયો છે.

વિભાગ કાર્યવાહ મનસુખભાઈ સભાણીએ માહિતી આપી હતી કે, RSS દ્વારા હાલ દેશભરમાં 96,045 થી વધુ સેવાકાર્યો સ્વાસ્થ્ય, શિક્ષણ અને સ્વાવલંબન ક્ષેત્રે ચાલી રહ્યા છે. સૌરાષ્ટ્ર પ્રાંત સદ્ભાવ કાર્યના ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું કે મતાંતરણ વગરની શુદ્ધ સાત્વિક સેવા એ સનાતન હિન્દુ ધર્મની પરંપરા છે. આ કાર્યક્રમ દ્વારા સમાજના વંચિત અને પીડિત વર્ગ સુધી પહોંચવા માટે સેવાનો વ્યાપ વધારવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો. સમગ્ર આયોજનથી કાર્યકર્તાઓમાં નવી ઉર્જાનો સંચાર થયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વિરમગામ-સુરેન્દ્રનગર હાઇવે પર ચોટીલા દર્શનાર્થે જતા પદયાત્રીઓનું ઘોડાપુર
Next: સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add