Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

શ્રાવણના અંતિમ સોમવારે ધોળીધજા ડેમ સ્થિત ધોળેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ઉમટ્યા

surendranagarupdate1@gmail.com 7 September 2026
Dholeshwar Mahadev Temple near Dholidhaja Dam

Dholeshwar Mahadev Temple | પવિત્ર શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે સુરેન્દ્રનગર ખાતે આવેલા પૌરાણિક અને સ્વયંભૂ ધોળેશ્વર મહાદેવના મંદિરે ભક્તોનું ભારે મહેરામણ ઉમટી પડ્યું હતું. શ્રાવણના છેલ્લા સોમવારનું વિશેષ મહત્વ હોવાથી વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ ઉત્સાહભેર દાદાના દર્શન અને શિવપૂજા કરી ધન્યતા અનુભવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર અને કચ્છના 500 થી વધુ ગામોને પીવાનું પાણી પૂરું પાડતા પ્રસિદ્ધ ધોળીધજા ડેમનું નામકરણ આ ધોળેશ્વર મહાદેવના નામ પરથી જ થયું હોવાની લોકવાયકા છે. પહેલાં આ મંદિર ડેમના કાંઠે આવેલું હતું, પરંતુ હવે તે ડેમની મધ્યમાં બિરાજમાન છે, જ્યાં ભક્તો ડેમના માર્ગેથી પસાર થઈને દર્શનાર્થે પહોંચે છે.

Join Our WhatsApp Group

અંતિમ સોમવાર નિમિત્તે મંદિરમાં ભક્તિ, ભજન અને ભોજનનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. આસપાસના 20 થી વધુ ગામોમાંથી હજારો ભક્તો મહાદેવજીના આશીર્વાદ લેવા માટે આવી રહ્યા છે.

આ પવિત્ર દિવસે શિવલિંગને મનોહર ફૂલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ચાર પ્રહરની વિશેષ આરતી, દીપમાળા, પવિત્ર યજ્ઞ, મહાપ્રસાદ અને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. મંદિર પટાંગણમાં દોરેલી ભવ્ય ફૂલોની રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે.

મંદિરના પૂજારી ગૌસ્વામી ગુણવંતભાઈના જણાવ્યા અનુસાર, આજના આ વિશેષ દિવસે 5000 થી વધુ ભક્તો દાદાના દર્શનનો લાભ લેશે. આખા શ્રાવણ માસ દરમિયાન મંદિરમાં ફૂલોની મનોરમ રંગોળી પૂરવામાં આવી હતી, જેને જોવા માટે દૂર-દૂરથી લોકો આવતા હતા.

શ્રદ્ધાળુઓ પહેલાં ડેમના પવિત્ર જળમાં સ્નાન કરે છે અને ત્યારબાદ સ્વયંભૂ ધોળેશ્વર મહાદેવના દર્શન કરી મનની શાંતિ મેળવે છે. સમગ્ર શ્રાવણ માસ દરમિયાન શિવભક્તિના અનોખા માહોલ સાથે આજે અંતિમ સોમવારે મંદિર પરિસરમાં ભારે હરખ અને ઉલ્લાસ છવાયેલો જોવા મળ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dholidhaja Dam (ધોળીધજા ડેમ)

Post navigation

Previous: ઝાલાવાડમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને ઉભા પાક બચાવવા ખાસ માર્ગદર્શિકા
Next: લીંબડીના નાની કઠેચી ગામમાં સુરેન્દ્રનગરના કિન્નરો પર અમદાવાદના કિન્નરોનો હુમલો: 3 ઇજાગ્રસ્ત

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add