Dhrangadhra

ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર..

ધાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને લખ્યો પત્ર..

માવઠા થી નુકસાન અંગેનું સહાય પેકેજ જાહેર કરવા ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરાએ પત્ર લખી કરી માંગ..

સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદ છે તે વરસી રહ્યો છે જેમાં ખાસ કરી ધાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠા રૂપી વરસાદના કારણે કપાસ મગફળી જેવા પાકોને વ્યાપક નુકસાન પહોંચ્યું છે ત્યારે હવે ધાંગધ્રા ના ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખવામાં આવ્યો છે અને સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગ હવે ખુદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા મુખ્યમંત્રી પાસે કરવામાં આવી છે

બાગાયત પાકને પણ નુકસાન છે જેમાં દાડમ સરગવો લીંબુ જેવા પાકોને વ્યાપક નુકસાન છે ત્યારે બાગાયત પાકના ઉછેર કરતા ખેડૂતોને નુકસાની અંગેનો સર્વે કરી અને તેમના માટે પણ અલગથી સહાય રૂપી પેકે જાહેર કરવાની માંગણી કરવામાં આવી છે મગફળી કપાસ જેવા પાકોને પણ નુકસાન છે ત્યારે તેનો પણ અલગ અલગ ટીમો દ્વારા સર્વે કરાવી અને ત્યારબાદ નુકસાની અંગેનો રિપોર્ટ રજૂ કરી અને ખેડૂતોને મળતી સહાય તાત્કાલિક ચુકવવા ધાંગધ્રા ના ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી માંગ કરવામાં આવી છે.

માવઠાના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે ત્યારે કુદરત તો રૂઠ્યો છે પરંતુ હવે સરકાર ખેડૂતોની સામે જોવે તેવી ખેડૂતોની માંગ છે આ જ સંદર્ભે હવે ધારાસભ્યો પણ મેદાને આવ્યા છે કૃષિ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારના પાક નુકસાન વળતર પેકેજની રકમની જાહેરાત નથી કરવામાં આવી પરંતુ હવે ધારાસભ્યના પત્રો બાદ કૃષિ વિભાગ અને મુખ્યમંત્રી દ્વારા સંવેદનશીલતા દેખાડી અને ત્યારબાદ ખેડૂતોને જે નુકસાન થયું છે તેની ભરપાઈ કરવા માટે અલગથી પાક નુકસાન વળતર જાહેર કરવામાં આવે તેવી આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે..

ધ્રાંગધ્રા-હળવદના વિધાનસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા તાલુકામાં થયેલ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલ નુકસાન અંગે રાજ્ય સરકારને રજૂઆત કરવામાં આવી છે.તેમણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણી ને અલગ અલગ પત્ર લખી ધ્રાંગધ્રા-હળવદ તાલુકામાં પડેલા અતિરેક વરસાદથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનની તાત્કાલિક સર્વે કરી યોગ્ય રાહત પેકેજ આપવા વિનંતી કરી છે.વરમોરાએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરના કમોસમી વરસાદને કારણે વિસ્તારના જુવાર, મગફળી, કપાસ સહિતના પાકને ભારે નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પ્રભાવિત થયા છે. ખેડૂતોની હાલતને ધ્યાને લઈને સરકાર તાત્કાલિક રાહતની જાહેરાત કરે તેવી માગણી તેમણે કરી છે.

તેમણે જણાવ્યું કે ખેડૂતોની હાલત ગંભીર છે અને પાક બરબાદ થયા છે, તેથી સરકાર તાત્કાલિક પગલાં લઈ સહાય પેકેજની જાહેરાત કરે તો ખેડૂતોને મોટો રાહતનો શ્વાસ મળશે.ધ્રાંગધ્રા વિધાનસભા વિસ્તારના ખેડૂતોની વતી પ્રકાશ વરમોરાએ આ મુદ્દે સરકાર તાત્કાલિક નિર્ણય લે તેવી આશા વ્યક્ત કરી છે

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago