Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલ થી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય

jeet 27 October 2025
20251027_113401_0000

કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલ થી શહેરના અનેક વિસ્તારોમાં ગંદકીનું સામ્રાજ્ય

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા વિસ્તારમાં કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારોની હડતાલને કારણે સર્જાયેલી ગંદકીની સમસ્યાએ સમગ્ર શહેરને ભરડો લીધો છે, જેને પગલે વહીવટી તંત્રની નિષ્ફળતા ખુલ્લી પડી છે અને નાગરિકોના આરોગ્ય સામે ગંભીર ખતરો ઊભો થયો છે. મનપાના બેદરકાર વલણ અને સફાઈ વ્યવસ્થાપનની પોકળ વાતોથી ત્રસ્ત થયેલા લોકોમાં રોષ ચરમસીમાએ પહોંચ્યો છે.

શહેરના અનેક રહેણાંક સોસાયટી વિસ્તારોમાં તેમજ મુખ્ય જાહેર રસ્તાઓ પર કચરાના ઢગલા ખડકાયેલા જોવા મળી રહ્યા છે. સફાઈના અભાવે આ ઢગલા હવે માત્ર ગંદકીનો જ નહીં, પરંતુ રોગચાળાનું કેન્દ્ર બન્યા છે. મહાનગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અંગે કરવામાં આવતી “સુફિયાણી વાતો” અને “શ્રેષ્ઠ સફાઈ”ના દાવાઓ સામે લોકો હવે સીધો સવાલ ઉઠાવી રહ્યા છે કે, જો આ જ ‘વ્યવસ્થા’ હોય, તો પછી હજારો નાગરિકોને શા માટે આ ગંદકીના નરકમાં જીવવા મજબૂર થવું પડે છે?

વળી, કમોસમી વરસાદ અને વાતાવરણમાં એકાએક આવેલા પલટાએ આ સ્થિતિને વધુ વકરી છે. વરસાદના કારણે કચરાના ઢગલામાંથી દુર્ગંધ અને ગંદુ પાણી આસપાસના વિસ્તારોમાં ફેલાયું છે, જેને કારણે મચ્છરો અને જીવાણુઓનો ઉપદ્રવ વધ્યો છે. આ સીધી અસર નાગરિકોના જનઆરોગ્ય પર પડી રહી છે. તહેવારો ટાણે જ આવી સ્થિતિ ઊભી થતાં લોકોમાં બીમારીઓ ફેલાવાનો ભય વધ્યો છે. મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટ બેઝ સફાઈ કામદારો પ્રત્યેના શોષણ અને તેમના પગાર, બોનસ, અને અન્ય હક્કોના વિવાદને ઉકેલવામાં તંત્રની ઊભી થયેલી નિષ્ફળતા આ ગંભીર પરિસ્થિતિ માટે જવાબદાર છે.

શહેરના અનેક વિસ્તારોના મુખ્ય રોડ હવે ‘ગંદકીના સામ્રાજ્ય’માં પરિવર્તિત થઈ ગયા છે, જ્યાંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે. મનપાએ તાત્કાલિક અસરથી સફાઈ કામદારોની સમસ્યાનો ઉકેલ લાવી, યુદ્ધના ધોરણે સફાઈ કામગીરી શરૂ કરાવવાની માંગ ઉઠી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં રાજકોટ બાયપાસ રોડ પર ટ્રાફિકજામ થતા 2 કલાક સુધી હાઇવે બ્લોક, હજારો વાહનો ફસાયા
Next: ઝાલાવાડમા વધુ એક માવઠાનો માર ખેડૂતોના થયા બેહાલ..

Related News

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

પાકિસ્તાનમાં અનોખો ટેક્સ: ગાય-ભેંસ પાળવા પર દરરોજ ચૂકવવા પડશે 30 રૂપિયા, વિપક્ષે ગણાવ્યો ‘ગોબર ટેક્સ’

user 2 4 April 2026
Surendranagar Update New Logo

ચોક્કસ, સુપ્રીમ કોર્ટના આ મહત્વપૂર્ણ ચુકાદા અંગેના સમાચાર અહીં ક્રમબદ્ધ રીતે રજૂ કર્યા છે:

user 2 4 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add