Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો સેવા યજ્ઞ: 8 વર્ષમાં ₹19.23 કરોડનું દાન,

jeet 13 October 2025
Untitled design_20251013_081525_0000

હાસ્ય કલાકાર પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીનો સેવાયજ્ઞ: ૮ વર્ષમાં ₹ ૧૯.૨૩ કરોડનું દાન,

Join Our WhatsApp Group

સરકારી શાળાઓ, ૯ સાર્વજનિક પુસ્તકાલયો, ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્ય સેવા કેન્દ્ર શરુ,કરાયુ

સુરેન્દ્રનગર: જાણીતા હાસ્યકલાકાર, લેખક અને ઉમદા સમાજસેવક અને પદ્મશ્રી ડૉ. જગદીશ ત્રિવેદીએ પોતાના ૫૮મા જન્મદિવસે, તા. ૧૨ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ, છેલ્લાં આઠ વર્ષના સેવાયજ્ઞનું સરવૈયું રજૂ કર્યું છે. ૨૦૧૭માં ૫૦ વર્ષ પૂર્ણ થયા ત્યારથી ડૉ. ત્રિવેદી પોતાના દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની ૧૦૦% આવક વહીવટી ખર્ચ લીધા વિના આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્રે દાન કરી રહ્યા છે.

આજરોજ પ્રગટ કરાયેલા ‘Social Audit of Social Service’ પુસ્તક મુજબ, ડૉ. ત્રિવેદીનું કુલ દાન ₹ ૧૯,૨૩,૫૭,૬૩૪ કરોડને પાર પહોંચ્યું છે. તેમની આ અદ્ભુત પારદર્શિતાથી પ્રભાવિત થઈને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ‘મન કી બાત’ના એપિસોડ નંબર ૧૦૮માં તેમની સેવાઓની વિગતવાર પ્રશંસા કરી હતી.

આ ₹ ૧૯.૨૩ કરોડના દાનમાંથી તેમણે અત્યાર સુધીમાં કોઈ પણ જાતના ભેદભાવ વગર ૧૩ સરકારી શાળાઓ, ૯ સાર્વજનિક પુસ્તકાલયો, ૧ છાત્રાલય અને ૧ બાળ આરોગ્ય સેવા કેન્દ્ર મળીને કુલ ૨૫ જેટલી ઇમારતોનું નિર્માણ કરીને સમાજને અર્પણ કર્યું છે. તદુપરાંત, અનેક જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓ અને દર્દીઓને પણ સહાય પૂરી પાડી છે.

વઢવાણ ખાતેના તેમના જન્મસ્થળ શ્રીમતી સદગુણાબહેન સી. યુ. શાહ પ્રસુતિગૃહમાં તેમના 58 માં જન્મદિવસ નિમિત્તે ‘Social Audit of Social Service’ પુસ્તકનું વિમોચન કેન્દ્રીય મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ ચંદુભાઈ શિહોરા અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સર્વરોગ નિદાન અને રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઝાલાવાડ રાજપૂત સમાજના ૫૮ યુવક-યુવતીઓએ સૌપ્રથમ રક્તદાન કર્યું હતું. આ સેવાયજ્ઞને પ્રોત્સાહિત કરવા માટે ડૉ. પી.સી. શાહ અને ગોવિંદભાઈ વરમોરા સહિતના દાતાઓએ કુલ ₹ ૧,૬૬,૦૦૦નું દાન કર્યું હતું, જે ડૉ. ત્રિવેદીએ નિર્માણાધીન સ્વામી સચ્ચિદાનંદજી શાળાને અર્પણ કર્યું હતું. ડૉ. જગદીશ ત્રિવેદી ત્રણ વખત પીએચડીની ડિગ્રી ધરાવે છે અને રાષ્ટ્રપતિ તરફથી તેમને ‘પદ્મશ્રી’ સહિતના અનેક પુરસ્કારો પ્રાપ્ત થયા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ચોટીલા વાયર ચોરીનો કેસ ઉકેલાયો: LCBએ મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા
Next: લીંબડી નજીક ‘ગાય ટાઉન સેન્ચ્યુરી’નું ઉદ્ઘાટન: રખડતા અને બીમાર પ્રાણીઓને આશ્રય મળશે

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add