Chuda

ચુડા: કંથારિયામાં યુવકની કરપીણ હત્યા, પુરાવાનો નાશ કરવા લાશ સળગાવવાનો પ્રયાસ

– આરોપીઓને ઝડપવા એલસીબી, એસઓજીની ટીમ જોડાઇ – યુવાનની હત્યા કરી આરોપીઓનો લાશ સળગાવાનો પ્રયાસ – અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની ચર્ચા Kanthariya Murder Case: ચુડા તાલુકાના કંથારિયા ગામે ૩૮ વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ યુવાનની હત્યા કરી નાસી છુટતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવ અંગે મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે ગામમાં જ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંથારિયા ગામે રહેતા અશ્વિનભાઇ સોલંકીએ બે મહિના પહેલા મુકેશભાઇ નાગરભાઇ ફોરણીયાની બાઇકની સીટ સળગાવી દીધી હતી. જેની જાણ રમેશભાઇ બચુભાઇ ફોરણીયા (ચું.કોળી) (ઉં.વ.૩૮)એ મુકેશભાઇને કરી હતી. તેનો ખાર રાખી અશ્વિનભાઇ અવારનવાર મૃતક રમેશભાઇ ફોરણીયાને ધમકાવી ઝઘડો કરી મારમારવાની ધમકી આપતો હતો. જે અંગે રમેશભાઇએ મુકેશભાઇને જાણ કરતા તેેઓ રમેશભાઇનું ઉપરાણું લઇ અશ્વિનભાઇને ધમકાવ્યો હતો કે એક તો મારૂ બાઇક સળગાવ્યું છે તો રમેશભાઇને કેમ ધમકાવો છો? હવે પછી રમેશભાઇનું નામ લેતા નહીં.

જેનું મનદુઃખ રાખી અશ્વિનભાઇ કિરણભાઇ સોલંકી, અનિલભાઇ કિરણભાઇ સોલંકી, પ્રદિપ ઉર્ફે વિશાલ કિરણભાઇ સોલંકી, ડાર્વિન ઉર્ફે લાલો કિરણભાઇ સોલંકી અને કિરણભાઇ સોલંકી એક સંપ થઇ ધારદાર હથિયાર લઇ રમેશભાઇના માથાની જમણી બાજુ કાનથી ઉપર બે ઘા કરી તેમજ જમણા હાથના કાંડાના ભાગે ઘા કરી કાંડુ ભાંગી નાંખી તેમજ જમણા પગના ધુંટણથી ઉપરના ભાગે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી હત્યા નિપજાવી હતી.

પાંચેય આરોપીઓએ મૃતક રમેશભાઇને આંગણ વાડીના ઓટાથી ઢસડીને ત્યાં બાજુમાં આવેલા રમેશભાઇના ધરના ખુલ્લા ફળીયામાં લઇ જઇ પુરા વાનો નાશ કરવાના ઇરાદે લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરી નાસી છુટયા હતા. આ બનાવની જાણ ચુડા પોલીસને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રમેશભાઈની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ અંગે મૃતકની બહેનએ પાંચેય આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ લઈને સુરેન્દ્રનગર એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની ટીમો દ્વારા રમેશભાઈની હત્યા કરનાર હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

surendranagarupdate1@gmail.com

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

2 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago