Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચુડા: કંથારિયામાં યુવકની કરપીણ હત્યા, પુરાવાનો નાશ કરવા લાશ સળગાવવાનો પ્રયાસ

surendranagarupdate1@gmail.com 18 July 2025
chuda-kanthariya-murder-case-body-burning-attempt

– આરોપીઓને ઝડપવા એલસીબી, એસઓજીની ટીમ જોડાઇ – યુવાનની હત્યા કરી આરોપીઓનો લાશ સળગાવાનો પ્રયાસ – અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની ચર્ચા

Kanthariya Murder Case: ચુડા તાલુકાના કંથારિયા ગામે 38 વર્ષીય યુવકની પાંચ શખ્સો અંગત અદાવતમાં તિક્ષણ હથિયારોના ઘા ઝીંકી હત્યા કરી આરોપીઓએ લાશને સળગાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. આરોપીઓએ યુવાનની હત્યા કરી નાસી છુટતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવ અંગે મૃતકની બહેનની ફરિયાદના આધારે પોલીસે ગામમાં જ રહેતા પાંચ શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

કંથારિયા ગામે રહેતા અશ્વિનભાઇ સોલંકીએ બે મહિના પહેલા મુકેશભાઇ નાગરભાઇ ફોરણીયાની બાઇકની સીટ સળગાવી દીધી હતી. જેની જાણ રમેશભાઇ બચુભાઇ ફોરણીયા (ચું.કોળી) (ઉં.વ.૩૮)એ મુકેશભાઇને કરી હતી.

Join Our WhatsApp Group

તેનો ખાર રાખી અશ્વિનભાઇ અવારનવાર મૃતક રમેશભાઇ ફોરણીયાને ધમકાવી ઝઘડો કરી મારમારવાની ધમકી આપતો હતો. જે અંગે રમેશભાઇએ મુકેશભાઇને જાણ કરતા તેેઓ રમેશભાઇનું ઉપરાણું લઇ અશ્વિનભાઇને ધમકાવ્યો હતો કે એક તો મારૂ બાઇક સળગાવ્યું છે તો રમેશભાઇને કેમ ધમકાવો છો? હવે પછી રમેશભાઇનું નામ લેતા નહીં.

જેનું મનદુઃખ રાખી અશ્વિનભાઇ કિરણભાઇ સોલંકી, અનિલભાઇ કિરણભાઇ સોલંકી, પ્રદિપ ઉર્ફે વિશાલ કિરણભાઇ સોલંકી, ડાર્વિન ઉર્ફે લાલો કિરણભાઇ સોલંકી અને કિરણભાઇ સોલંકી એક સંપ થઇ ધારદાર હથિયાર લઇ રમેશભાઇના માથાની જમણી બાજુ કાનથી ઉપર બે ઘા કરી તેમજ જમણા હાથના કાંડાના ભાગે ઘા કરી કાંડુ ભાંગી નાંખી તેમજ જમણા પગના ધુંટણથી ઉપરના ભાગે પણ ગંભીર ઇજા પહોંચાડી હતી હત્યા નિપજાવી હતી.

પાંચેય આરોપીઓએ મૃતક રમેશભાઇને આંગણ વાડીના ઓટાથી ઢસડીને ત્યાં બાજુમાં આવેલા રમેશભાઇના ધરના ખુલ્લા ફળીયામાં લઇ જઇ પુરા વાનો નાશ કરવાના ઇરાદે લાશને સળગાવી દેવાનો પ્રયાસ કરી નાસી છુટયા હતા.

આ બનાવની જાણ ચુડા પોલીસને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે રમેશભાઈની ડેડબોડીને પોસ્ટમોર્ટમ અર્થે ચુડા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.

બનાવ અંગે મૃતકની બહેનએ પાંચેય આરોપી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. આ બનાવ લઈને સુરેન્દ્રનગર એલ.સી.બી., એસ.ઓ.જી. સહિતની ટીમો દ્વારા રમેશભાઈની હત્યા કરનાર હત્યારાઓને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. આ બનાવને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામ્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Kanthariya Village (Ta. Chuda) કંથારીયા ગામ (તા.ચુડા) Murder (હત્યા) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Next: ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા પી કરી આત્મહત્યા, પોલીસ બેડામાં ખળભળાટ

Related News

Limbdi DySP Team Raid on Illegal Country Liquor Furnace in Vejalka Village

વેજલકા ગામે દારૂની ભઠ્ઠી પર દરોડો: રૂ. 55 હજારનો દેશી દારૂ અને આથો જપ્ત

surendranagarupdate1@gmail.com 25 August 2026
Surendranagar Collector inspecting food quality at Velavadar Anganwadi Chuda

સુરેન્દ્રનગર લેક્ટરે ચુડાના વેળાવદર આંગવાડી મુલાકાત લીધી, ભોજનનો સ્વાદ ચાખ્યો

surendranagarupdate1@gmail.com 22 August 2026
news (2) (1)

ચુડાના સમઢીયાળા-કોરડા રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

surendranagarupdate1@gmail.com 11 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add