Chuda

ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૂ.57.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો

દારૂ, ટ્રક સહિત 70.26 લાખનો મુદ્દામાલ જપ્ત – પોરબંરના ટ્રક ચાલકની અટકાયત

રાજસ્થાનથી મધ્ય પ્રદેશ અને ત્યાંથી ગુજરાતની ચેકપોસ્ટ વટાવી દાહોદ, બરોડા, ખેડા અને અમદાવાદ જિલ્લામાંથી ટ્રક પસાર થઇ ગયો, એલસીબીએ ઝડપી પાડયા

Chuda Liquor Seized | લીંબડી-અમદાવાદ-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડના પાટીયા પાસેથી ૫૭.૬૦ લાખનાં વિદેશી દારૂના જથ્થા સાથે પોરબંદરના ટ્રક ચાલકને સુરેન્દ્રનગર એલસીબી ટીમે ઝડપી પાડયો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી ૪૩૯૬ વિદેશી દારૂ નો જથ્થો તથા સોયાબીન અને એક મોબાઈલ તથા ટ્રક મળીને પોલીસે કુલ રૂપિયા ૭૦.૨૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરીને ચાર શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો.

સુરેન્દ્રનગર એલસીબી ટીમનો સ્ટાફને ચુડા પોલીસ વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે પોલીસે લીંબડી-રાજકોટ હાઈવે પર ચુડા તાલુકાના નવી મોરવાડ ગામના પાટિયા પાસેથી બાતમી વાળા ટ્રકને ઉભો રાખી તપાસ હાથ ધરવામાં આવતાં સોયાવડીના કોથળા હટાવતાં તેની પાછળથી વિદેશી દારૂની ૪,૩૯૬ બોટલ (કિં.રૂ.૫૭,૬૦,૬૦૦) તથાં સોયાવડી મીણીયાની ૫૮૦ થેલી (કિં.રૂ ૨,૬૧,૦૦૦), એક મોબાઈલ (કિં.રૂ.૫,૦૦૦) તથાં ટ્રક (કિં.રૂ.૧૦,૦૦,૦૦૦) મળીને કુલ રૂપિયા ૭૦,૨૬,૬૦૦નો મુદામાલ પોલીસે કબ્જે કર્યો હતો.

પોલીસે ટ્રક ચાલક અજા ગલાભાઈ મોરી (રહે. ફુલીવાવ, પોરબંદર)ને વિદેશી દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યો અને ક્યાં લઈ જવાનો હતો. તે અંગે પુછપરછ કરતાં જણાવ્યું કે ‘જગા રીણાભાઈ રબારી’નો ફોન આવ્યો હતો કે તારી ટ્રક લઈને રાજસ્થાન ભિલવાડાથી દારૂનો જથ્થો ભરીને જામનગર જવાનું છે અને ભાડું ૭૦ હજાર નક્કી કર્યું હતું. અજો મોરીને ભિલવાડામાં સહયોગ હોટલમાં જગાના માણસો તેની પાસેથી ટ્રક લઈને સોયાબીનની આડમાં દારૂનો જથ્થો ભરીને સહયોગ હોટલ ખાતે આપી ગયા હતા.

અજો મોરી ભિલવાડાથી ચિત્તોડગઢ, નિમરાણા મધ્ય પ્રદેશ થઈને દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની દાહોદ, બરોડા, ખેડાથી અમદાવાદની બગોદરા થઈને લીંબડી અમદાવાદ રાજકોટ હાઈવે પર આવ્યો હતો. પોલીસે દારૂનો જથ્થો લાવનાર અજો મોરી, જગો રીણાભાઈ રબારી, દારૂનો જથ્થો ભરી આપનાર તથાં એક અજાણ્યો શખ્સ સહિત ચાર શખ્સો વિરૂદ્ધ ચુડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોધીંને આ બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હતી.

અગાઉ તા. ૧૬મી જાન્યુઆરીએ લીંબડી નજીક પરશુરામ ધામ પાસેથી રૂ.૨૭.૫૩ લાખનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. જેને લઈને પાણશીણા પોલીસ તથા લીંબડી પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયાં હતાં. જ્યારે પાણશીણાના પાટિયા પાસે આવેલી ચેક પોસ્ટ પર પોલીસ તંત્રની રહેમ નજર હેઠળ વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક પસાર થતી હોય તેવું લાગી રહ્યું છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago