ચોટીલા વાયર ચોરીનો ભેદ ઉકેલાયો: LCB એ રૂ. ૮૦,૫૦૦ના મુદ્દામાલ સાથે ૩ આરોપીઓને ઝડપી લીધા
સુરેન્દ્રનગર: LCB એ ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારના સિધ્ધનાથ જીનમાં થયેલી વાયર ચોરીના એક અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને ચોરીમાં ગયેલ મુદ્દામાલ સાથે ત્રણ ઈસમોને ઝડપી પાડ્યા છે.
જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા મિલકત સંબંધિત ગુનાઓ અટકાવી, અનડિટેક્ટ ગુનાઓ તાત્કાલિક ડીટેક્ટ કરવા માટે એલ.સી.બી. પોલીસ ઈન્સ્પેક્ટર જે.જે. જાડેજાના માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.વાય. પઠાણ અને પેરોલ ફર્લો સ્કોડના I/C પોલીસ સબ ઈન્સ્પેક્ટર એન.એ. રાયમાની ટીમોએ અસરકારક કામગીરી જોવા મળી છે.
પોલીસે ચોક્કસ બાતમીના આધારે, એલ.સી.બી. અને પેરોલ ફર્લો સ્કોડની ટીમે ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ત્રણ ઈસમોને પકડી પાડ્યા હતા. તેમની પાસેથી ચોરી કરેલો આશરે ૧૦૦ કી.ગ્રા. તાંબાનો વાયર જેની કિંમત રૂ. ૭૦,૦૦૦ હજાર તથા રૂ. ૧૦,૫૦૦ ના ૩ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૮૦,૫૦૦/- નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે સુરેશભાઈ મનસુખભાઇ માથાસુરીયા (રહે. થાનગઢ), હમીરભાઇ ધનજીભાઇ માથાસુરીયા (રહે. દેવસર, ચોટીલા), ગજુભાઇ ઉર્ફે સુરેશભાઇ બચુભાઇ સોલંકી (રહે. મોરબી) ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ઝડપાયેલ ઈસમોને ચોટીલા પોલીસ માથકે સોંપી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…