Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

રેન્જ આઇજી નિર્લિપ્ત રાયએ સપાટો બોલાવ્યો: ચોટીલા કેમિકલ ચોરી પ્રકરણમાં PI, PSI સહિત 4 સસ્પેન્ડ, LCB આખી બદલાઈ!

surendranagarupdate1@gmail.com 12 June 2026
news

  • SMC ના દરોડા બાદ ફરજમાં બેદરકારી બદલ કડક એક્શન
  • ચોટીલાના PI જયદીપ સોલંકી અને PSI જી.એન. કલ્ચર પર પડી ગાજ
  • LCB PI જે.જે. જાડેજા અને PSI જાવેદખાન પઠાણની બદલી
  • આખી LCB બ્રાન્ચના હેડ કોન્સ્ટેબલો પણ વિખેરી નખાયા

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નજીક સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડાના મામલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે લાલ આંખ કરી છે. ફરજમાં ઘોર બેદરકારી દાખવવા બદલ ચોટીલા પોલીસ સ્ટેશનના પીઆઈ અને પીએસઆઈ સહિત ચાર પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) માં પણ ધરખમ ફેરફારો કરીને પીઆઈ, પીએસઆઈ અને તમામ હેડ કોન્સ્ટેબલોની તાત્કાલિક અસરથી બદલી કરી નાખવામાં આવતા સમગ્ર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

પવનપુત્ર હોટલમાં ચાલતું હતું કેમિકલ ચોરીનું નેટવર્ક: ₹45.98 લાખનો મુદ્દામાલ જપ્ત

Join Our WhatsApp Group

ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમ દ્વારા ચોટીલાના નાની મોલડી નજીક આવેલી પવનપુત્ર રાજસ્થાની હોટલના કમ્પાઉન્ડમાં દરોડો પાડવામાં આવ્યો હતો. અહીં લાંબા સમયથી ગેરકાયદેસર રીતે કેમિકલ ચોરીનું મોટું નેટવર્ક ચાલી રહ્યું હતું.

જપ્ત કરાયેલ મુદ્દામાલ: SMC એ દરોડા દરમિયાન 8,330 કિલો કેમિકલ જપ્ત કર્યું હતું. વાહનો અને કેમિકલ મળીને કુલ ₹45.98 લાખનો મુદ્દામાલ કબજે કરાયો હતો.

ધરપકડ અને તપાસ: આ મામલે સ્થળ પરથી ચુનીલાલ તુલસીરામ ગામેતી અને આશિષકુમાર યાદવ નામના બે શખ્સોની અટકાયત કરીને પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

મુખ્ય સૂત્રધારો: પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે આ આખું નેટવર્ક ભૂપતભાઈ પટગીર, હિતેશભાઈ બચુભાઈ સોલંકી અને ભગીરથ ખીચડ નામના વ્યક્તિઓ ચલાવી રહ્યા હતા.

સ્થાનિક પોલીસની બેદરકારી ખૂલી: 4 કર્મચારીઓ સસ્પેન્ડ, LCB સ્ટાફ સાફ

આવડા મોટા કેમિકલ ચોરીના નેટવર્ક અંગે સ્થાનિક પોલીસ અજાણ હોવાથી સ્થાનીક અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ થઈ હતી. જેના પગલે રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે કડક પગલાં લીધા છે: બેદરકારી બદલ ચોટીલા PI જયદીપ સોલંકી અને PSI જી.એન. કલ્ચરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સાથેના અન્ય બે પોલીસ કર્મચારીઓ નરેન્દ્રસિંહ અને દિલીપભાઈ માંજરીયાને પણ સસ્પેન્ડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે.

LCB બ્રાન્ચમાં ધરખમ ફેરફાર:

સુરેન્દ્રનગર LCB PI જે.જે. જાડેજાની બદલી કરી દેવામાં આવી છે અને તેમના સ્થાને નવા LCB PI તરીકે ભાવેશકુમાર સિંગરેખિયાને ચાર્જ સોંપાયો છે. જ્યારે LCB PSI જાવેદખાન પઠાણની સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે.

હેડ કોન્સ્ટેબલો પણ બદલાયા: LCB બ્રાન્ચમાં ફરજ બજાવતા તમામ હેડ કોન્સ્ટેબલ અસ્લમ મલેક, પ્રવીણ કોલા, યશપાલસિંહ અને અજયસિંહની પણ તાત્કાલિક અસરથી અલગ-અલગ પોલીસ સ્ટેશનમાં બદલી કરી દેવામાં આવી છે.

SMCના દરોડા બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે:

“એસએમસી દ્વારા જે દરોડા પાડવામાં આવ્યા હતા, તેમાં સ્થાનિક પોલીસ અધિકારીઓની બેદરકારી સામે આવતા આ મોટો ફેરફાર કરાયો છે. ચોટીલાના PI, PSI અને અન્ય બે કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા છે, તેમજ LCB સ્ટાફમાં પણ મોટા બદલાવ કરીને આગળની તપાસ તેજ કરવામાં

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં આગ લાગી: ફાયર બ્રિગેડે આગ પર મેળવ્યો કાબૂ
Next: મુળીના ખાટડી ગામે વન વિભાગનો જાગૃતિ કાર્યક્રમ: સરકારી યોજનાઓ, વૃક્ષારોપણ અને પર્યાવરણ સંવર્ધન વિશે માર્ગદર્શન અપાયું

Related News

Chotila Tankara Robbery Accused Arrested Rajkot

ચોટીલા અને ટંકારા લૂંટ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 10 September 2026
Rajkot ACB team arrests Chotila police head constable for taking 27000 rupees bribe in gambling case.

ચોટીલા પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ રૂ.27 હજારની લાંચ લેતા ઝડપાયો

surendranagarupdate1@gmail.com 9 September 2026
Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add