Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026
ચોટીલા હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં અમદાવાદના પરિવારના 2 સભ્યોના મોત

રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક હૃદયદ્રાવક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલાથી થોડે દૂર જોલી એન્જોય વોટર પાર્ક પાસે ઉભેલા ટ્રક પાછળ કાર અને પીકઅપ વાન ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં અમદાવાદના ઠાકોર પરિવારના બે સભ્યોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના શહેરી વિસ્તારમાં રહેતો ઠાકોર પરિવાર ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહ્યો હતો ત્યારે કાળ આંબી ગયો હતો. મૃતકોમાં 28 વર્ષીય સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર અને 16 વર્ષીય આશિષ રણજીતભાઈ ઠાકોરનો સમાવેશ થાય છે. અકસ્માત એટલો વિકરાળ હતો કે ગાડીના ફુરચા ઉડી ગયા હતા અને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

Join Our WhatsApp Group

આ અકસ્માતમાં અન્ય ત્રણ વ્યક્તિઓ કલ્પેશભાઈ ઠાકોર (29), હર્ષદભાઈ ઠાકોર (30) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને મૃતદેહોને પીએમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હાઈવે પર ઉભેલા ટ્રકને કારણે સર્જાયેલા આ અકસ્માતે ફરી એકવાર વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાનમાં મિની વાવાઝોડામાં 20 થી વધુ સિરામિક એકમોના શેડ ઉડ્યા, લાખોનું નુકસાન
Next: ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તારમાં જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા, 5 ફરાર

Related News

CHOTI HATYA N

ચોટીલાના અકાળા ગામે પત્ની સાથેના આડા સંબંધના મનદુઃખમાં યુવકની હત્યા

User 3 11 May 2026
CHOTILLAA01

ચોટીલામાં ડુંગરો ખોદતા ભૂમાફિયાને પ્રાંત અઘિકારીએ દબોચ્યો, રૂ.1.50 કરોડનો મુદ્દામાલ જપ્ત

User 3 5 May 2026
1776713997061

ચોટીલાના દેવસર ગામે જૂની અદાવતમાં યુવકને ચાર શખ્સોએ પાઇપ-લાકડી વડે ફટકાર્યો

surendranagarupdate1@gmail.com 20 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add