સુરેન્દ્રનગર (Surendranagar): ગુજરાત બાર કાઉન્સિલની (Bar Council of Gujarat) 2026ની ચૂંટણીનો જંગ જામ્યો છે. આ ચૂંટણીમાં ઉમેદવાર દિપેન દવે (ક્રમ નંબર 22) ફરી એકવાર મેદાનમાં ઉતર્યા છે. સુરેન્દ્રનગરના વતની હોવાથી તેમણે સ્થાનિક વકીલો સાથે ખાસ બેઠક યોજી હતી, જેમાં તેમણે પોતાના 14 વર્ષના સેવાકાર્યો અને ભવિષ્યના વિઝન રજૂ કર્યા હતા.
પારદર્શિતા અને નિઃસ્વાર્થ સેવાનો રેકોર્ડ દિપેન દવે 2012 થી 2026 સુધી બાર કાઉન્સિલમાં સભ્ય, ઉપાધ્યક્ષ અને અધ્યક્ષ (Chairman) તરીકે કાર્યરત રહ્યા છે. તેમની કામગીરીની મુખ્ય વિશેષતાઓ નીચે મુજબ છે:
ઝીરો ભથ્થું: તેમણે 1,100 થી વધુ બેઠકોમાં હાજરી આપી છે, પરંતુ ક્યારેય ભાડા-ભથ્થા (TA/DA) તરીકે એકપણ રૂપિયો લીધો નથી.
પારદર્શિતા: અધ્યક્ષ તરીકે તેમણે બાર કાઉન્સિલના ઓડિટેડ એકાઉન્ટ્સ (Audited Accounts) વેબસાઇટ પર મૂકી પારદર્શિતાની નવી મિસાલ કાયમ કરી છે.
વકીલ વેલફેર માટેના ઐતિહાસિક નિર્ણયો વકીલો અને તેમના પરિવારની સુરક્ષા માટે તેમણે અનેક મહત્વના પગલાં ભર્યા છે. (1) મૃત્યુ સહાયની રકમ 1,50,000 થી વધારીને 5,00,000 રૂપિયા કરવામાં આવી. (2) માંદગી સહાય રકમ 30,000 થી વધારીને 1,50,000 રૂપિયા સુધી પહોંચાડવામાં આવી છે. (3) છેલ્લા 7 વર્ષમાં રાજ્ય સરકાર પાસેથી વકીલોના કલ્યાણ માટે 27 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મેળવવામાં સફળતા મેળવી છે.
ભ્રષ્ટાચાર સામે લડત અને ડિજિટલ પરિવર્તન દિપેન દવેએ વકીલોને કચેરીઓમાં પડતી હાલાકી દૂર કરવા કડક વલણ અપનાવ્યું છે. તેમના પ્રયાસોથી એક એડિશનલ કલેક્ટર સસ્પેન્ડ થયા છે અને 3 સબ-રજિસ્ટ્રારો સામે ACB ની ફરિયાદ દાખલ થઈ છે. ટેકનોલોજી ક્ષેત્રે તેમણે બાર કાઉન્સિલની પોતાની મોબાઇલ એપ્લિકેશન અને GLH ઇ-લાઇબ્રેરી (E-Library) શરૂ કરાવી વકીલોને આધુનિક બનાવ્યા છે.
યુવા વકીલોના માર્ગદર્શક તેમણે 14,000 થી વધુ જુનિયર વકીલોની શપથવિધિ અને AIBE પરીક્ષા માટે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આગામી 6 માર્ચ, 2026 ના રોજ યોજાનારી ચૂંટણીમાં તેમણે બેલેટ નંબર 22 (Ballot No. 22) પર પ્રથમ પસંદગીનો મત (Preference No. 1) આપવા વકીલ આલમને અપીલ કરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…