Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણના ધોળીપોળમાં પીજીવીસીએલની બેદરકારીને કારણે બેનર લગાવવા ગયેલા એક યુવકનું વીજ કરંટ લાગવાથી મોત થયું હતું.

jeet 14 October 2025
20251014_231532_0000

વઢવાણ ધોળીપોળમાં PGVCLની બેદરકારી બેનર લગાવવા ગયેલા યુવકને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત થયુ

Join Our WhatsApp Group

સેવાભાવી યુવાનોએ 108 મારફતે હોસ્પિટલમાં ખસેડાયો સારવાર દરમ્યાન મોત નીપજ્યુ

સુરેન્દ્રનગર : વઢવાણ શહેરના ધોળીપોળ વિસ્તારમાં પીજીવીસીએલ (PGVCL) વિભાગની ઘોર બેદરકારીના આક્ષેપો સાથે લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે. આ આક્રોશનું તાત્કાલિક કારણ એ બન્યું કે બેનર લગાવવાની કામગીરી કરી રહેલા એક સેવાભાવી યુવાનને અચાનક ઇલેક્ટ્રિક શોક લાગ્યો હતો.

મળતી માહિતી મુજબ, મુન્નાભાઈ ચાવડા નામના સેવાભાવી યુવાન ધોળીપોળ દરવાજા ઉપર બેનર લગાવી રહ્યા હતા. તે જ સમયે, કોઈ અગમ્ય કારણોસર તેમને ઇલેક્ટ્રિક શોક લાગતા તાત્કાલિક દોડધામ મચી જવા પામી હતી. અચાનક બનેલી આ ઘટનાના પગલે સ્થાનિકો દ્વારા મુનાભાઇને મહામહેનતે ઉપરથી ઉતારી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા ઘટનાને પગલે લોકોના ટોળેટોળા ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા.

શોક લાગવાના કારણે યુવાનની હાલત ગંભીર જણાતા હાજર લોકોએ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ બોલાવી હતી. ઇજાગ્રસ્ત મુન્નાભાઈ ચાવડાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેમની સારવાર દરમ્યાન મોત થયુ હતુ આ ઘટના બાદ વીજ તંત્રની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિને ઇલેક્ટ્રિક શોક લાગવાથી મોત થતા

 સ્થાનિક લોકોએ પીજીવીસીએલ વિભાગની કામગીરી અને જર્જરિત વીજ વ્યવસ્થા સામે સવાલો ઉઠાવ્યા છે અને જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાની માંગ કરી છે. લોકોનો આક્ષેપ છે કે તંત્રની બેદરકારીના કારણે નિર્દોષ નાગરિકોને જીવ ખોવાનો વારો આવ્યો હતો

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: જમીન વિવાદમાં ફાયરિંગ: થાનગઢ પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા
Next: દસાડા તાલુકામાં ‘રવિ કૃષિ મહોત્સવ’નું આયોજન

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
MP Chandu Sihora

સુરેન્દ્રનગરના અગરિયાઓનો પ્રશ્ન લોકસભામાં ગુંજ્યો: સાંસદ ચંદુ સિહોરાએ વળતર અને વ્યાજમુક્ત લોનની કરી માંગ

surendranagarupdate1@gmail.com 29 March 2026
Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add