સ્થાનિક લોકોએ વીજ વિભાગને જાણ કરી..
મોટી દુર્ઘટના સર્જાઈ તે પહેલાં હેવીલાઇન પર થી વૃક્ષનો ભાગ હટાવાની કામગીરી શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો..
સુરેન્દ્રનગર શહેરની અરુણા સોસાયટી નજીક વૃક્ષ નો ભાગ વીજ વિભાગની પસાર થતી હેવી લાઇન ઉપર પડવા પામ્યો હતો ત્યારે મોટી દુર્ઘટના અને શોર્ટ સર્કિટ સર્જવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી હતી જોકે સ્થાનિક લોકો દ્વારા આ અંગે વીજ વિભાગના અધિકારીઓનો સંપર્ક સાધવામાં આવ્યો હતો અને હેવી લાઇન ઉપર પડેલી વૃક્ષોની ડાળીઓ હટાવવા માંગ કરવામાં આવી હતી.
જોકે આ સંદર્ભે ત્યાંથી પસાર થતા પશુઓ તેમજ સ્થાનિક લોકોના જીવ જોખમમાં મુકાય તે પ્રકારની પરિસ્થિતિ હતી મુખ્ય લાઈન ઉપર જ વૃક્ષની ડાળીઓ તૂટી અને પડવા પામી હતી. આ ઉપરાંત મુખ્ય રોડ પણ પ્રસાર થતો હોવાના કારણે ત્યાંથી વાહન ચાલકો પણ પસાર થતા હોય ત્યારે શોર્ટ સર્કિટ સર્જાતો મોટી જાનહાનની સર્જાય તેવા એંધાણ સ્થાનિક લોકો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા..
જોકે સોસાયટીના સ્થાનિક લોકોએ વિવિધ વિભાગનો સંપર્ક કર્યા બાદ વીજ વિભાગની ટીમ ઈમરજન્સીમાં ત્યાં દોડી ગઈ હતી અને ત્યારબાદ વીજ વાયરો ઉપર પડેલી ડાળીઓ દૂર કરી અને ત્યારબાદ વીજ પુરવઠો પુનઃ રીતે સોસાયટીઓમાં શરૂ કરવામાં આવ્યો હતો સ્થાનિક લોકો દ્વારા વીજ વિભાગની કામગીરીને બિરદાવવામાં આવી હતી અને મોટી દુર્ઘટના ટળી હોવા થી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો..
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…