Lakhtar

લખતર ખાતે લુહાર સુથાર જ્ઞાતિનું સ્નહેમિલન કાર્યક્રમ યોજાયો

સ્નેહમિલન કાર્યક્રમમા સમાજના વિકાસ તેમજ મહત્વના પ્રશ્નો અંગે ચર્ચાઓ કરાઈ

કાર્યક્રમમા જ્ઞાતિના આગેવાનો, શ્રેષ્ઠીજનો, વડીલો સહિત જ્ઞાતિજનો રહ્યા ઉપસ્થિત

લખતર ઉગમણા દરવાજા પાસે આવેલ લુહાર સુથાર જ્ઞાતિની વાડી ખાતે શ્રી લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળ દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન સમારંભ કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતુ.જેમાં જ્ઞાતિના આગેવાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.જે કાર્યક્રમ દરમ્યાન જ્ઞાતિની દીકરીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરવામાં આવેલ હતો. જ્યારે જ્ઞાતિ આગેવાનો દ્વારા પોતાના પ્રવચન દરમ્યાન સામાજિક પ્રશ્નો, શિક્ષણ વ્યાપ વધારવા, વિશ્વકર્મા કૌશલ્ય યોજના, સમૂહ લગ્ન, યુવાઓના ભવિષ્ય જેવા મુદ્દાઓ પર અનેક સૂચનો કરાયા હતા.સાથે સમાજના સર્વાંગી વિકાસ અને એકતા માટે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.જે કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લુહાર સુથાર જ્ઞાતિના વડીલો, આગેવાનો, યુવાનો, મહિલાઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે કાર્યક્રમને સફળ બનાવવા માટે લખતર લુહાર સુથાર જ્ઞાતિ હિતેચ્છક મંડળના માર્ગદર્શન હેઠળ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી.

jeet

Share
Published by
jeet

Recent Posts

પાટડી વર્ણીન્દ્રધામમાં અષ્ટમ મંગલ મહોત્સવનો પ્રારંભ

Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…

3 hours ago

લીંબડીના તળાવ મહોલ્લામાં દરજીની દુકાનમાં શોર્ટ સર્કિટથી ભીષણ આગ: કપડાં બળીને ખાખ

લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…

2 days ago

આણંદપુર પોલીસે સાલખડા પાસે બોલેરો કારમાંથી દેશી દારૂનો જથ્થો ઝડપ્યો: 3,50,000નો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…

2 days ago

ચોટીલાના જય શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ તરીકે વરણી

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…

2 days ago

ચોટીલામાં આચાર્ય ભાવચંદ્રજી સ્વામીનું ઐતિહાસિક મંગલ આગમન: જૈન સમાજમાં ભારે ઉત્સાહ

લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…

2 days ago

સુરેન્દ્રનગરમાં જૈન નાટક ‘વિરહથી વૈરાગ્ય સુધી’ની શાનદાર પ્રસ્તુતિ: 1,000થી વધુ દર્શકો ઉમટ્યા

સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…

2 days ago