Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આઈસીડીસીએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર અને ચેરમેન વચ્ચે ઘર્ષણ

jeet 10 November 2025
Untitled design_20251110_225546_0000

મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો..

જિલ્લા પંચાયતમાં આવેલી આઇસીડીએસ ઓફિસમાં જ બની ઘટના..

Join Our WhatsApp Group

જાતિ અપમાનિત કરવામાં આવ્યા હોવાની લેખિત રજૂઆત ચેરમેન દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવી..

રાજકીય આગેવાનો દોડી આવ્યા મામલો સાંજ પાડવાનો પ્રયાસ શરૂ કરાયો..

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આવેલ આઇસીડીએસ વિભાગ વારંવાર ચર્ચામાં રહેતો હોય છે ખુદ ચેરમેન દ્વારા જ અનેક વખત આઇસીડીસીએસ વિભાગમાં ચાલતી લાલિયાવાડી વિશે જિલ્લા પંચાયતમાં ચાલુ બોર્ડમાં રજૂઆતો કરવામાં આવેલી છે અને અધિકારીઓની કામગીરી સામે સવાલો પણ ઊભા કરવામાં આવ્યા છે પરંતુ આઈસીડીસીએસ કચેરીમાં ચેરમેન અને પ્રોગ્રામ ઓફિસર વચ્ચે ઘર્ષણની ઘટના બની છે જેમાં ચેરમેન ને જાતિ આપવાની કરવામાં આવ્યા હોવાના લેખિત રજૂઆત સાથે ચેરમેન સુરેન્દ્રનગરની જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતે દોડી ગયા છે..

પ્રોગ્રામ ઓફિસર તરીકે ફરજ બજાવતા ભાવનાબેન જીડીયા દ્વારા ચેરમેન નંદુબેન વાઘેલા સાથે બોલાચાલી કરી હોવાની પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે વિભાગમાં ફાળવવામાં આવેલી જુદી જુદી ગાડીઓની ચડેલ રકમની ચુકવણી બાબતે બબાલ થઈ હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી છે. ચેરમેન નંદુવ

બેન વાઘેલા દ્વારા પ્રોગ્રામ ઓફિસર ભાવનાબેન ને રજૂઆત કરવામાં આવતા અચાનક ભાવનાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને બેફામ બોલવા લાગેલા હોય તેવું પણ લેખિત અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને બંને વચ્ચે ઘર્ષણ થયા હોવાનું સામે આવ્યું છે.

વરસાડ બાદ જાતિ આપવાની કરવામાં આવ્યા હોવાની પણ લેખિત રજૂઆત ચેરમેન દ્વારા પોલીસ સમક્ષ કરવામાં આવી છે તેમજ ચેરમેનને પ્રોગ્રામ ઓફિસર દ્વારા ધક્કો મારવામાં આવ્યો હોય અને ત્યારબાદ ઝપાઝપી કરી અને બોલાચારી કરવામાં આવી હોવાનો પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવતા સમગ્ર મામલો કરમાઈ જવા પામ્યો છે..

જોકે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચતા ભાજપના આગેવાનો નેતાઓ અને સમાજના અગ્રણીઓ પણ દોડી આવ્યા હતા અને સમગ્ર મામલો શાંત પાડવાનો પ્રયાસ આ કરવામાં આવ્યું હતું આ મુદ્દે ચેરમેન દ્વારા ગૃહ મંત્રી અર્થશાસ્ત્રી સમાજ કલ્યાણ મંત્રી પ્રદ્યુમન વાજા અને બાળ અને મહિલા વિકાસ મંત્રી મનિષાબેન વકીલને રજૂઆત કરવામાં આવી છે અને લેખિતમાં રજૂઆત મોકલવામાં આવી છે..

● ન્યાય માટે મોડી સાંજે ચેરમેન સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવડા ને મળવા પહોંચ્યા…

ભોગ બનનાર ચેરમેન નંદુબેન વાઘેલા મોડી સાંજે જિલ્લા પોલીસવડા પાસે પહોંચ્યા હતા અને ન્યાયની માંગ સાથે લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ટેલીફોનિક રીતે ભાજપના નેતાઓ ચેરમેન નંદુબેન વાઘેલાના સંપર્કમાં હતા અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસવાળાને પણ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી છે અને પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન જીડીયા દ્વારા કરવામાં આવેલા વર્તન અને ઘર્ષણ મુદ્દે કડક કાર્યવાહીની માંગ સાથે રજૂઆત પણ કરવામાં આવી છે..

● અગાઉ પણ ચેરમેન દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી ને લખવામાં આવ્યો હતો ખુલ્લો પત્ર..

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં ચાલતા આઇસીડીસીએસ વિભાગમાં ચાલતી કામગીરીને લઈ અને ખુદ ચેરમેન નંદુ બેન વાઘેલા દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રી મનિષાબેન વકીલને પત્ર લખવામાં આવ્યો હતો જેમાં અલગ અલગ પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી જેમાં બાળકોને આપવામાં આવતું ભોજન છે તેમાં ગેર રીતે આચરવામાં આવી હોવાની પણ રજૂઆત હતી. બાળકો આંગણવાડીમાં 10 હાજર રહેતા હોય અને તેમની 30 હાજરી પૂરાતી હોય તેવી લેખિતમાં ખૂબ ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી અને અનુસૂચિત જાતિ કલ્યાણ માટે વાપરવામાં આવતા નાણા જનરલમાં વાપરવામાં આવતા હોવાની પણ રજૂઆત કરવામાં આવતા મામલો ઘરમાં ગયો હતો અને પ્રોજેક્ટ ઓફિસર ભાવનાબેન જીડીયાને લઈ અને મંત્રી સુધી ચેરમેન દ્વારા ખુલ્લો પત્ર લખી અને રજૂઆત કરવામાં આવી હતી..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના મુખ્ય એસટી બસ સ્ટેન્ડમાં લાઈટો બંધઃ મુસાફરોની સલામતી સામે જોખમ
Next: સુરેન્દ્રનગરના દુધરેજ પુલ ઉપરથી જીવના જોખમે યાત્રીકો પસાર થવા મજબૂર.

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add