Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર જિલ્લામાં 29 દિવસના મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: પાકને નવજીવન, તંત્ર એલર્ટ

surendranagarupdate1@gmail.com 13 September 2026
Heavy rain and waterlogged streets in Surendranagar district after 29 days break in Gujarat 2026

Surendranagar rain 2026 | સુરેન્દ્રનગર જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધો હતો અને છેલ્લા ઘણા સમયથી વરસાદ નહીં પડવાથી ખેડૂતો તેમજ વહીવટી તંત્રમાં ચિંતા જોવા મળતી હતી.

દરમિયાન એક સાથે 4 સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા આગામી તા. 16 સપ્ટેમ્બર સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Join Our WhatsApp Group

હવામાનની આ આગાહીના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લામાં શનિવાર સાંજથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધીમીધારથી લઈને ધોધમાર વરસાદનું આગમન થયું હતું.

શનિવારે મોડી રાત્રે વઢવાણ તાલુકામાં સૌથી વધુ 1 ઈંચ અને ધ્રાંગધ્રા તાલુકામાં અડધો ઈંચ વરસાદ નોંધાયો હતો. રવિવારે સવારથી વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

સુરેન્દ્રનગર, વઢવાણ શહેર તેમજ આસપાસના કટુડા, મેમકા, બાકરથળી, ખોલડિયાદ, માળોદ સહિતના ગામોમાં વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત મૂળી, થાન, ચોટીલા, લીંબડી, ચુડા અને સાયલા તાલુકામાં પણ મેઘમહેર જોવા મળી હતી.

ચાલુ વર્ષે અનિયમિત અને મોડા વરસાદને કારણે વરસાદની ઘટ જોવા મળી રહી હતી. વરસાદે વિરામ લીધાને 1 મહિનો થવા છતાં ખેડૂતો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

ગત તા. 13 ઓગસ્ટ 2026 પછી સંપૂર્ણ વિરામ બાદ 29 દિવસના લાંબા વિરામ પછી મેઘરાજાની પુનઃ પધરામણી થતાં ઝાલાવાડના 5,56,449 હેક્ટરમાં વાવેતર કરાયેલી મુરઝાતી મોલાતને નવજીવન મળ્યું છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. લોકોએ પણ ગરમીથી રાહત અનુભવી છે.

રવિવારે સવારથી સાંજના 6 વાગ્યા સુધીના આંકડા મુજબ મૂળી તાલુકામાં 44 મીમી (2 ઈંચ), ચુડામાં 30 મીમી, સાયલામાં 11 મીમી, થાનમાં 08 મીમી, લીંબડી અને વઢવાણમાં 05 મીમી તેમજ ચોટીલા અને ધ્રાંગધ્રામાં 02 મીમી વરસાદ નોંધાયો હતો.

જિલ્લા કંટ્રોલ રૂમના અહેવાલ મુજબ આખા દિવસમાં કુલ 183 મીમી વરસાદ થયો છે અને મોસમનો કુલ સરેરાશ વરસાદ 511.7 mmએ પહોંચ્યો છે.

હવામાન વિભાગની આગાહીને પગલે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ એલર્ટ અને સજ્જ બન્યું છે. ખેડૂતોમાં પાકને થયેલા ફાયદાને લઈને રાહત અને ખુશીનો માહોલ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Rain (વરસાદ)

Post navigation

Previous: વિશ્વ પ્રસિધ્ધ તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે
Next: સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલમાં શોર્ટ સર્કિટથી આગ: દર્દીઓ સલામત

Related News

image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

surendranagarupdate1@gmail.com 29 September 2026
image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 29 September 2026
Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

surendranagarupdate1@gmail.com 25 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add