Accident News | સુરેન્દ્રનગર-વઢવાણ રોડ પર આવેલા બોળા તળાવ (Bola Talav) નજીક કાર અને ઓટો રીક્ષા વચ્ચે અકસ્માત (Accident) સર્જાયો હતો.
સદ્ભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ અકસ્માતને કારણે મુખ્ય રોડ પર વાહનોની લાંબી લાઈનો સાથે ગંભીર ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો.
ઘટના બાદ બંને વાહનચાલકો વચ્ચે રસ્તા પર જ ઉગ્ર બોલાચાલી થઈ હતી. સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક ઘટના અંગે બી-ડિવિઝન પોલીસ (B-Division Police)ને જાણ કરી હતી.
પોલીસે ત્વરિત સ્થળ પર પહોંચી મામલો શાંત પાડ્યો હતો અને હાઈવે પરથી ટ્રાફિક ક્લિયર કરાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
