Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક શંકાસ્પદ ટ્રકને અટકાવીને દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન ટ્રકના ગુપ્ત રીતે બનાવાયેલા ટાંકામાં સંતાડેલી ઈંગ્લીશ દારૂની 13584 બોટલો અને 960 બિયરના ટીન મળી આવ્યા હતા.

પોલીસે રૂ. 24.85 લાખનો દારૂ, રૂ. 15 લાખનો ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂ. 39.95 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
આ મામલે રાજસ્થાનના બાડમેરના ટ્રક ચાલક નરપતલાલ માંગીલાલ ભાદુની ધરપકડ કરવામાં આવી છે. પૂછપરછમાં ટ્રક માલિક, દારૂનો જથ્થો મોકલનાર ઉમેશભાઈ (રહે.રાજસ્થાન) અને જથ્થો મંગાવનાર સ્થાનિક બુટલેગરોની સંડોવણી ખુલી છે. ચોટીલા પોલીસ મથકે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.
