PGVCL team raid in surendranagar fine of Rs 2.62 crore Irregularities detected in 512 electricity
PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં વીજચોરીનું પ્રમાણ અટકાવવાના ભાગરૂપે પશ્ચિમ ગુજરાત વિજ કંપની લિમિટેડ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સુરેન્દ્રનગર વર્તુળ કચેરીના અધિક્ષક ઈજનેરની રાહબરી હેઠળ છેલ્લા એક અઠવાડિયા દરમિયાન સમગ્ર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં વીજ ચેકિંગ ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સઘન કામગીરી માટે પીજીવીસીએલ દ્વારા વિશેષ 52 ટીમોની રચના કરવામાં આવી હતી.
આ ટીમોએ વઢવાણ, લીંબડી, સાયલા, ધ્રાંગધ્રા, ચોટીલા, દસાડા અને લખતર સહિતના વિવિધ વિસ્તારોમાં દરોડા પાડયા હતા. ચેકિંગ દરમિયાન સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે 16 જીયુવીએનએલ પોલીસ, 12 એસઆરપી અને 15 સ્થાનિક પોલીસ કર્મચારીઓનો કાફલો સાથે રખાયો હતો તેમજ સમગ્ર કામગીરી પારદર્શી રહે તે માટે 5 વીડિયોગ્રાફર દ્વારા રેકોડગ પણ કરવામાં આવ્યું હતું.
ઝુંબેશ દરમિયાન ઘરવપરાશના 3,130, કોમશયલના 131 અને ખેતીવાડીના 10 મળીને કુલ 3,291 વીજ જોડાણો ચકાસવામાં આવ્યા હતા. જેમાંથી ઘરવપરાશના 503, કોમશયલના 8 અને ખેતીવાડીના 1 મળીને કુલ 512 જોડાણોમાં ગેરરીતિ અને વીજચોરી માલૂમ પડી હતી. આ તમામ ગેરકાયદેસર કનેક્શન ધરાવતા ગ્રાહકોને 2.62 કરોડનો દંડ ફટકારીને આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરાઈ છે.
