Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણ-લખતર રોડ પર અકસ્માતમાં પતિની નજર સામે પત્ની અને દોઢ વર્ષના પુત્રનું મોત

surendranagarupdate1@gmail.com 18 August 2026
surendranagar-wadhwan-lakhtar-road-accident-mother-son-death

Surendranagar Accident | લખતર તાલુકા પંચાયત (Lakhtar Taluka Panchayat)ના SBM વિભાગમાં ટેકનિકલ આસિસ્ટન્ટ (Technical Assistant) તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય રવિભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર પોતાના પરિવાર સાથે વઢવાણ-લખતર રોડ (Wadhwan-Lakhtar Road) પર બાઈક લઇ પસાર થઈ રહ્યા હતા.

દરમિયાન દેદારા ગામ (તા.વઢવાણ) નજીક આવેલી એક પેપર મિલ નજીક એક અજાણ્યા વાહનચાલકે તેમની બાઈકને જોરદાર ટક્કર મારી હતી અને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.

Join Our WhatsApp Group

આ ગંભીર અકસ્માતમાં બાઈક પર સવાર રવિભાઈના 30 વર્ષીય પત્ની દીપિકાબેન પરમાર અને તેમના દોઢ વર્ષના માસૂમ પુત્ર દિવ્યેશ પરમારને શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા બંનેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જાતા જ આસપાસના ખેડૂતો, ખેતમજૂરો અને રાહદારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. બનાવ અંગે તરત જ પોલીસને જાણ કરવામાં આવી હતી, જેથી વઢવાણ પોલીસ (Wadhwan Police)ની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી.

પોલીસે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા અધિકારી રવિભાઈને તાત્કાલિક સારવાર અર્થે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ (TB Hospital) ખાતે ખસેડ્યા હતા.

આ સાથે જ પોલીસે બંને મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ (Post-Mortem) અર્થે સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ (Gandhi Hospital) ખાતે મોકલી આપ્યા હતા. વઢવાણ પોલીસે આ મામલે ગુનો નોંધીને હાઇવે પર લાગેલા CCTV ફૂટેજ તથા અન્ય સોર્સની મદદથી ફરાર અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dedadara Village (Ta. Wadhwan) દેદાદરા ગામ (તા.વઢવાણ) Hit and Run (હિટ એન્ડ રન) Road Accident (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: સુરેન્દ્રનગર: સરકારી નોકરી અપાવવાના બહાને 25 લાખની છેતરપિંડી આચરનાર નકલી IAS મેહુલ શાહની ઉદયપુરથી ધરપકડ
Next: Dhrangadhra : રાવળીયાવદર ગામમાં તળાવમાં નહાવા પડેલા 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add