Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ખાતર પર દીવેલ: સુરેન્દ્રનગરમાં ખેડૂતોનું સબસિડીવાળું યુરિયા ફેક્ટરીઓને વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું, 3 સામે ગુનો દાખલ

surendranagarupdate1@gmail.com 27 June 2026
Muli Urea Fertilizer Scam

Urea Fertilizer Scam | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના મૂળી અને વઢવાણ પંથકમાં ખેતીવાડી વિભાગની સંયુક્ત ટીમે એક મસમોટા આર્થિક કૌભાંડ (Financial Scam) નો પર્દાફાશ કર્યો છે.

સરકાર દ્વારા ખેડૂતોને અપાતું સબસિડીવાળું નીમ કોટેડ યુરિયા (Neem Coated Urea) ખાતર ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક વપરાશ (Industrial use) માં ડાયવર્ટ કરવાનું રેકેટ ઝડપાયું છે. આ ટોળકી ગરીબ ખેડૂતોના નકલી નામે ઓનલાઇન પી.ઓ.એસ. મશીન (POS Machine) માં બોગસ એન્ટ્રીઓ અને બિલ જનરેટ કરીને કાળાબજાર કરતી હતી.

Join Our WhatsApp Group

મૂળી પોલીસ સ્ટેશનમાં (Muli Police Station) આ ગંભીર મામલે શ્રી આશાપુરા ફાઉન્ડેશન (વસ્તડી) ના જવાબદારો સહિત 3 મુખ્ય શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

મૂળી પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, વસ્તડીથી મોરબી (Morbi) તરફ શંકાસ્પદ ખાતર ભરીને જતી એક બોલેરો પીકઅપ (Bolero Pickup Wagon) ગાડી નંબર GJ13AX9306 ને વીરપર ચોકડી પાસેથી વોચ ગોઠવીને ઝડપી પાડવામાં આવી હતી.

આ ગાડીમાંથી ક્રિભકો (KRIBHCO) કંપનીની 100 થેલી એગ્રીકલ્ચર ગ્રેડ યુરિયા ખાતર મળી આવ્યું હતું. આ જથ્થા અંગે કોઈ યોગ્ય આધાર ન મળતા ગાડીના ડ્રાઇવર સંજયભાઈ શામજીભાઈ સોનગરા અને દલપતભાઈ ભીખાભાઈ સોનગરાની અટકાયત કરવામાં આવી હતી.

આ ખાતરના સેમ્પલ જુનાગઢ લેબોરેટરીમાં (Laboratory) મોકલવામાં આવતા તે સરકારી સબસિડીવાળું યુરિયા હોવાનો વૈજ્ઞાનિક રિપોર્ટ આવ્યો છે.

કાગળ પર ખેડૂતોએ ખાતર ખરીદ્યું હોવાનું દર્શાવી, વાસ્તવમાં આ સસ્તું ખાતર ઊંચા ભાવે મોરબીની સિરામિક (Ceramic) અથવા અન્ય ફેક્ટરીઓમાં ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ તરીકે વેચી રોકડી કરી લેવાતી હતી. જ્યારે બીજી તરફ વાવેતરની સિઝનમાં સાચા ધરતીપુત્રો એક-એક થેલી ખાતર માટે તરસતા હોય છે ત્યારે વચેટિયાઓ અને ફેક્ટરી માલિકોની મોટી ચેઇન આ કૌભાંડ પાછળ સક્રિય હોવાની આશંકા છે.

આ સિવાય રાસાયણિક ખાતરોનો ઉપયોગ માત્ર ખેતર પૂરતો નહીં, પણ ક્રોકરી, પ્લાસ્ટિક, ફાર્મા અને ફાયર સેફ્ટી જેવા ઉદ્યોગોના રો મટીરિયલ (Raw material) તરીકે પણ મોટા પાયે થતો હોવાનું બહાર આવ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Fertilizer Scam (ખાતર કૌભાંડ)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં 28 જૂનથી પોલિયો રસીકરણ અભિયાન: 2.16 લાખથી વધુ બાળકોને અપાશે સુરક્ષા કવચ
Next: ચોટીલાના નાવા ગામમાં સસ્તા અનાજની દુકાનમાં અનાજનો જથ્થો ઓછો મળતા કાર્યવાહી

Related News

Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

surendranagarupdate1@gmail.com 1 September 2026
Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Gambling Raid

ખાટડી ગામની સીમમાંથી જુગાર રમતા 5 શખ્સો ઝડપાયા, 2.15 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 23 August 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું Surendranagar Janmashtami sweets farsan price fixation meeting Mamlatdar

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

1 September 2026
વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું Wadhwan Bhogavo river water pipeline laying work Surendranagar

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

1 September 2026
મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add