Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલાના શેખાલીયા ગામની પાણીની સમસ્યા ઉકેલાશે: તળાવના વેસ્ટ વીઅરની ઊંચાઈ વધારવામાં આવશે

surendranagarupdate1@gmail.com 26 June 2026
Chotila sekhaliya village Water Problem

ચોટીલા: ચોટીલા તાલુકાના છેક છેવાડે અને રાજકોટ જિલ્લાની સરહદ પર આવેલા શેખાલીયા ગામના ખેડૂતોની વર્ષો જૂની પાણી સંગ્રહની સમસ્યાના ઉકેલ માટે વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. ચોટીલાના નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ એચ. ટી. મકવાણા દ્વારા સેખલીયા ગામના તળાવની રૂબરૂ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.

ગામના ખેડૂતો દ્વારા લાંબા સમયથી તળાવના વેસ્ટ વીઅર (Waste Weir) ની ઊંચાઈ વધારવાની માંગ કરવામાં આવી રહી હતી જેથી કરીને ચોમાસા દરમિયાન વધુ પાણીનો સંગ્રહ થઈ શકે.

Join Our WhatsApp Group

જો તળાવના વેસ્ટ વીઅરને અંદાજે 2 મીટર ઊંચો કરવામાં આવે તો આસપાસના મોટી સંખ્યામાં ખેડૂતોને સિંચાઈ માટે લાંબા સમય સુધી પાણી ઉપલબ્ધ રહેશે, જેના કારણે કૃષિ ઉત્પાદન અને ભૂગર્ભ જળસ્તરમાં પણ સારો એવો વધારો થશે.

નાયબ કલેક્ટર એચ. ટી. મકવાણાએ સ્થળ પર તળાવની હાલની સ્થિતિનું બારીકાઈથી નિરીક્ષણ કરી સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનો સાથે સીધો સંવાદ કર્યો હતો.

આ પ્રશ્નના ત્વરિત નિરાકરણ માટે તેમણે સ્થળ પરથી જ પંચાયતના સિંચાઈ વિભાગના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર (DE) સાથે ટેલિફોનિક ચર્ચા કરીને તાત્કાલિક જરૂરી કાર્યવાહી કરવા સૂચના આપી હતી.

સિંચાઈ વિભાગના અધિકારીએ આ કામગીરીને ગંભીરતાથી લઈ 1 મહિનાની અંદર વેસ્ટ વીઅરને 2 મીટર ઊંચો કરવાનું કામ પૂર્ણ કરવાની ખાતરી આપી છે. આ કામ પૂરું થતાં જ સેખલીયા ગામના ખેડૂતોની પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Shekhaliya Village (Ta. Chotila) શેખાલીયા ગામ (તા.ચોટીલા)

Post navigation

Previous: સુરેન્દ્રનગરના ઇતિહાસમાં પ્રથમવાર હથિયારો વિના મોહરમની શાંતિપૂર્ણ ઉજવણી
Next: દેદાદરા નજીક જુગારધામ પર રોડા: અધૂરો મુદ્દામાલ દર્શાવતા વઢવાણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

Related News

surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

surendranagarupdate1@gmail.com 11 July 2026
Absconding Accused in Liquor Cases for 8 Years Arrested from Chotila Highway

ચોટીલા હાઇવે પરથી દારૂના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 4 July 2026
Chotila than Brick Kiln Raid

ચોટીલામાં ગેરકાયદેસર ચાલતા 4 ઇંટવાડા સીલ કરાયા, રૂ. 95 લાખની ઇંટો અને માટી સીઝ

surendranagarupdate1@gmail.com 29 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add