Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં અસામાજીક પ્રવૃતિઓ આચરતા તત્વો અને વીજ ચોરી કરનારાઓ વિરૂદ્ધ પોલીસ તંત્ર અને PGVCL ની ટીમ દ્વારા એક મોટું સંયુક્ત મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.

આ ડ્રાઇવ અંતર્ગત સુરેન્દ્રનગર એ-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવેલા મિયાણાવાડ, લક્ષ્મીપરા, પોપટપરા અને કૃષ્ણનગર સહિતના સંવેદનશીલ વિસ્તારોને આવરી લેવામાં આવ્યા હતા.

Join Our WhatsApp Group

આ મેગા ઓપરેશનમાં ASP વેદિકા બિહાનીના નેતૃત્વ હેઠળ એ-ડિવિઝન પોલીસ અને LCB ટીમના 100 થી વધુ પોલીસ કર્મચારીઓ તેમજ PGVCL ની 40 અલગ-અલગ ટીમો જોડાઈ હતી. આ સંયુક્ત ચેકીંગ દરમિયાન સમગ્ર પંથકમાં વીજ ચોરો અને ગુનેગારોમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

સંયુક્ત ટીમ દ્વારા આ વિસ્તારોમાં આવેલા કુલ 125 ઘરોમાં સઘન વીજ ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાંથી ચોંકાવનારી રીતે કુલ 84 ઘરોમાં ગેરકાયદેસર રીતે વીજ જોડાણ મેળવીને મોટા પાયે વીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું હતું.

આ વિસ્તારોમાં અમુક લોકો દ્વારા ડાયરેક્ટ વીજ થાંભલામાંથી કનેક્શન લઈને અથવા તો લંગરિયા નાખીને પાવર ચોરી કરવામાં આવતો હતો. આ તમામ 84 ઘરોને PGVCL દ્વારા અંદાજે Rs 1.25 કરોડથી વધુ રકમનો મસમોટો દંડ ફટકારીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ વીજ ચેકીંગ ડ્રાઇવની સાથે-સાથે પોલીસે આ વિસ્તારોમાં રહેતા બુટલેગરો, હિસ્ટ્રીશીટરો અને અસામાજીક પ્રવૃતિઓ સાથે સંકળાયેલા શખ્સોના ઘરોમાં પણ કડક તપાસ હાથ ધરી હતી. આ સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા કુલ 08 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા હતા.

પકડાયેલા ગુનેગારોમાં એક કુખ્યાત આરોપી પણ સામેલ છે, જેની વિરૂદ્ધ અગાઉ 03 જેટલા વોરંટ ઈસ્યુ થયેલા હતા અને તેની સામે 06 જેટલા ગંભીર ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #સુરેન્દ્રનગર# PGVCL#વીજચોરી#મેગાકોમ્બિંગ

Post navigation

Previous: સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ
Next: ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026
SURE KHEDUT N

સુરેન્દ્રનગરમાં પ્રાકૃતિક કૃષિની સમીક્ષા બેઠકમાં 40,000 ખેડૂતો જોડાયા

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add