Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

રાજુ કરપડા ઓડિયો ક્લિપ વિવાદમાં આપ નેતા વિપુલ ઠાકોરની ધરપકડ

user 2 9 April 2026
રાજુ કરપડા ઓડિયો ક્લિપ વિવાદમાં આપ નેતા વિપુલ ઠાકોરની ધરપકડ

સુરેન્દ્રનગરના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ કરવાના મામલે સુરેન્દ્રનગર પોલીસે પાટણ કિસાન સેલના પ્રમુખ અને આપ નેતા વિપુલ ઠાકોરની ધરપકડ કરી છે.

રાજુ કરપડાએ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને બદનામ કરવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) નો ઉપયોગ કરીને ખોટી ઓડિયો ક્લિપ બનાવવામાં આવી છે.

Join Our WhatsApp Group

આ કેસમાં વિપુલ ઠાકોર ઉપરાંત સ્વયં સાવલી અને કરણ બારોટ સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે, રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમને ખેડૂતોની નજરમાં ‘ગદ્દાર’ સાબિત કરવા માટે આ કાવતરું રચવામાં આવ્યું હતું.

આપના પ્રદેશ નેતાઓ દ્વારા આ ઓડિયો ક્લિપ રજૂ કરીને પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ સમગ્ર ઘટના પાછળ પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠીયાની સૂચના હોઈ શકે છે.

સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ મોડી રાત્રે વિપુલ ઠાકોરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કેસમાં હજુ અન્ય બે આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેમની ધરપકડ માટે ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે આ ઓડિયો ક્લિપ વાસ્તવિક છે કે ખરેખર ટેકનોલોજીનો દુરુપયોગ કરીને બનાવવામાં આવી છે. આ ઘટનાએ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં મોટી ચર્ચા જગાવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડીની આંગણવાડીઓમાં પ્રોગ્રામ ઓફિસરની સરપ્રાઈઝ વિઝિટ
Next: વઢવાણમાં જર્જરિત નર્મદા કેનાલોમાં ગાબડાં પડતા 50 થી વધુ ખેતરો બંજર, રિપેરિંગની માંગ

Related News

image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

surendranagarupdate1@gmail.com 17 April 2026
image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

surendranagarupdate1@gmail.com 16 April 2026
image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

surendranagarupdate1@gmail.com 16 April 2026

Recent Post

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન image (14)

રતનપર-જોરાવનગર વોર્ડ નં. 10 માં ભાજપના ચૂંટણી કાર્યાલયનું ભવ્ય ઉદ્ઘાટન

17 April 2026
સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ image (18)

સુરેન્દ્રનગર: 2710 આંગણવાડી વર્કર બહેનોએ આપી મતદાન બહિષ્કારની ચીમકી; પડતર પ્રશ્નો મુદ્દે સરકાર સામે રોષ

16 April 2026
ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો image (16)

ચોટીલાના ગુંદામાં પવનચક્કીના કેબલ ચોરીનો ભેદ ઉકેલાયો; 500 કિલો કોપર સાથે એક તસ્કર ઝડપાયો

16 April 2026
સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત image (17)

સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના કર્મચારી સાથે દર્દીએ માથાકૂટ કરી, એકની અટકાયત

16 April 2026
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત image (13)

સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓ માટે સવેતન રજાની જાહેરાત

16 April 2026
સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ surendranagar-local-body-election-bjp-unopposed-candidates

સુરેન્દ્રનગર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો માસ્ટરસ્ટ્રોક: અનેક બેઠકો બિનહરીફ થવાના એંધાણ

13 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add