Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર ભાજપમાં મોટું ભંગાણ: લીંબડી-ચુડાના 50 થી વધુ કોળી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

user 2 8 April 2026
સુરેન્દ્રનગર ભાજપમાં મોટું ભંગાણ: લીંબડી-ચુડાના 50 થી વધુ કોળી અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા

સુરેન્દ્રનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી 2026 નો માહોલ ગરમાયો છે, ત્યારે ભાજપમાં મોટા પાયે ભંગાણના સમાચાર સામે આવ્યા છે. લીંબડી-ચુડા વિસ્તારમાં વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા કોળી સમાજના 50 થી વધુ સક્રિય કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ કેસરીયો છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે. આ રાજકીય ઉથલપાથલ પાછળ ભાજપ દ્વારા ટિકિટ ફાળવણી માટે બનાવવામાં આવેલા કડક નિયમો જવાબદાર હોવાનું માનવામાં આવે છે. ભાજપે 60 વર્ષથી વધુની ઉંમર, 3 ટર્મ લડેલા ઉમેદવારો અને સગાવાદ પર રોક લગાવતા અનેક જૂના કાર્યકર્તાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

કોળી સમાજના 52 ગામોના પ્રભાવશાળી આગેવાન તેજાભાઈ મેટાલીયાની આગેવાનીમાં આ પક્ષપલટો થયો છે. તેજાભાઈએ આક્ષેપ કર્યો હતો કે ભાજપ છેલ્લા 8 થી 10 વર્ષથી જૂના અને વફાદાર કાર્યકર્તાઓની અવગણના કરી રહી છે અને નવા લોકોને મહત્વ આપી રહી છે. આ અન્યાયને કારણે લીંબડી અને ચુડા વિસ્તારના આગેવાનોએ રાજીનામું આપી કોંગ્રેસમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. કોંગ્રેસ દ્વારા આ તમામ આગેવાનોને ટિકિટ આપવાની ખાતરી આપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની 32 અને તાલુકા પંચાયતની 182 બેઠકોની ચૂંટણી પહેલા થયેલું આ ભંગાણ ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે. પૂર્વ ધારાસભ્ય અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નૌશાદ સોલંકીની હાજરીમાં આ તમામ કાર્યકર્તાઓએ કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. આગામી સમયમાં નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીઓમાં પરિણામલક્ષી કામગીરી કરવાની નેમ આ અગ્રણીઓએ વ્યક્ત કરી છે. ચૂંટણીના આરે ભાજપમાં સર્જાયેલી અંદરોઅંદરની નારાજગી હવે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે તેમ છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: 29-વીજળીયા જિલ્લા પંચાયત ચૂંટણી: ઉમેદવારી ફોર્મ ભરવા માટેના સ્થળો જાહેર
Next: સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે

Related News

WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026
SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

User 3 20 May 2026
BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

User 3 20 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add