મુળી તાલુકાના લીયા ગામની સીમમાં આવેલ વાડીના શેઢે ઝાડ કાપી
તેની ડાળીઓ બાજુમાં આવેલ ખેતરમાં નાખવા બાબતે બોલાચાલી થતા સામ સામે બે જુથો વચ્ચે
લોખંડના ધારીયા, સોરીયુ
સહિતના હથિયારો વડે મારામારી થતા સામ સામે મહિલાઓ સહિત ૦9 શખ્સો સામે મુળી પોલીસ
મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મુળીના લીયા ગામે રહેતા ફરિયાદી મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયાએ
લીયા ગામની સીમમાં વીડ તરીકે ઓળખાતી સીમમાં ભાગવી જમીન વાવેતર કરવા રાખી હતી. જે
વાડીની બાજુમાં કોંઢ ગામના ચાર શખ્સો અવાર નવાર આવી ફરિયાદીના પત્ની સાથે ગેરવર્તન
કર્યા કરતા હતા. જેમાં ફરિયાદીના વાડીના શેઢે આવેલ ઝાડના ડાળીઓ કાપીને ફરિયાદીના
વાડીમાં નાખતા આ અંગે ફરિયાદીએ વનરાજભાઈના ભાગીયાને જણાવતા તે બાબતનું મનદુઃખ રાખી
ચાર શખ્સોએ એક સંપ થઈ ગાળો આપી લોખંડના ધારીયા અને લોખંડની એંગલ વડે ફરિયાદીને માર
મારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ વચ્ચે છોડાવવા પડેલ ફરિયાદીના પત્ની, ભાઈ, ભાઈની પત્ની
સહિતનાઓને પણ મુંઢ મારમારી ઈજાઓ પહોંચાડી હતી. જે અંગે ભોગ બનનાર ફરિયાદીએ મુળી
પોલીસ મથકે ચાર શખ્સો (1) વનરાજભાઈ મશરૂભાઈ ચિત્રા (2) બાબાભાઈ મશરૂભાઈ ચિત્રા (3)
નરવીનભાઈ ગગજીભાઈ ચિત્રા અને (4) મશરૂભાઈ ચિત્રા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ
તપાસ હાથ ધરી છે.
જ્યારે સામા પક્ષે ધ્રાંગધ્રાના કોંઢ ગામે રહેતા ફરિયાદી
વનરાજભાઈ મશરૂભાઈ ચિત્રાએ પણ 05 શખ્સો (1) મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયા (2) જેરામભાઈ
ડોહલભાઈ મારૂણીયા (3) રાહુલભાઈ ડોહલભાઈ મારૂણીયા (4) મેરૂભાઈ ડોહલભાઈ મારૂણીયાના
પત્ન અને (5) જેરામભાઈ ડોહલભાઈ મારૂણીયાના પત્ની સામે લોખંડના સોરીયા અને એંગલ વડે
મારમારી ઈજાઓ પહોંચાડયાની અને જાનથી મારી નાખવાની ધમકી અંગે ફરિયાદ નોંધાવતા
પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
