Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓનો આતંક: એક જ મહિનામાં 522 લોકોને બચકા ભર્યા

user 2 3 April 2026
સુરેન્દ્રનગરમાં રખડતા પશુઓનો આતંક: એક જ મહિનામાં 522 લોકોને બચકા ભર્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં રખડતા અને પાલતુ પશુઓ કરડવાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુરેન્દ્રનગર સિવિલ હોસ્પિટલના છેલ્લા 1 મહિનાના આંકડા મુજબ, કુલ 522 કેસ પશુ કરડવાના નોંધાયા છે.

જેમાં સૌથી વધુ રખડતા શ્વાન (Dog Bite) ના 464 કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાંથી 22 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ ઉપરાંત, શહેરી વિસ્તારોમાં રખડતા ભૂંડનો ત્રાસ પણ વધ્યો છે, જેમાં 15 જેટલા લોકોને ભૂંડે બચકા ભર્યા હોવાનું સામે આવ્યું છે. ખાસ કરીને શેરીઓમાં રમતા નાના બાળકો ભૂંડનો ભોગ બની રહ્યા છે, જે અત્યંત ગંભીર બાબત છે.

Join Our WhatsApp Group

હોસ્પિટલના રિપોર્ટ અનુસાર, શ્વાન અને ભૂંડ સિવાય ઉંદર, પાલતુ ગાય અને નોળિયા કરડવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. સદનસીબે, સિવિલ હોસ્પિટલમાં હડકવા વિરોધી રસી (Anti-Rabies Vaccine) નો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે.

બીજી તરફ, મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. મનપાના સેનિટેશન વિભાગના જણાવ્યા મુજબ, રખડતા પશુઓને પકડવા માટે અગાઉ ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, પરંતુ કોઈ એજન્સીએ રસ ન દાખવતા હવે રિ-ટેન્ડરિંગની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સ્થાનિક રહીશોએ માંગ કરી છે કે તંત્ર વહેલી તકે રખડતા શ્વાન અને ભૂંડને પકડવાની ઝુંબેશ શરૂ કરે જેથી નિર્દોષ નાગરિકો અને બાળકોને સુરક્ષિત કરી શકાય.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના રિવરફ્રન્ટ રોડ પર ખાડાઓના કારણે વાહનચાલકોને હાલાકી
Next: સુરેન્દ્રનગર સિટી મામલતદાર કચેરી બની ‘દુવિધા કચેરી’: ધોમધખતા તાપમાં અરજદારો કલાકો સુધી રઝળ્યા

Related News

surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026
district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

surendranagarupdate1@gmail.com 5 April 2026

Recent Post

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ Bhagwat Katha Kothariya

કોઠારીયા ધામમાં ભાગવત કથાને લઇ પ્રેસ કોન્ફરન્સ

5 April 2026
સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો surendranagar-rto-fine-overload-vehicles-2-crore-penalty

સુરેન્દ્રનગર આરટીઓએ 11 મહિનામાં ઓવરલોડ વાહનો પાસેથી રૂ. 2.41 કરોડનો દંડ વસૂલાયો

5 April 2026
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ district magistrate surendranagar

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નવા નિયમો જાહેર, કચેરીમાં માત્ર 5 વ્યક્તિને પ્રવેશ

5 April 2026
સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ district magistrate surendranagar

સુરેન્દ્રનગર ચૂંટણીને લઇ હથિયાર જમા કરાવવા જિલ્લા મેજિસ્ટ્રેટનો આદેશ

5 April 2026
પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ ik-jadeja-bjp-core-committee-darji-samaj-felicitation

પૂર્વ કેબિનેટ મંત્રી આઇ.કે. જાડેજાની ભાજપ કોર કમિટીમાં નિયુક્તિ થઇ

5 April 2026
સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

સુરેન્દ્રનગરની પાંચ પાલિકામાં 60 વર્ષની ઉંમર, સળંગ 3 ટર્મ જીતના નિયમમાં 40થી વધુ કોર્પોરેટરોની બાદબાકી થશે

5 April 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add