Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મનપાની પ્રથમ ચૂંટણીમાં 52 બેઠકો માટે ભાજપના 450થી વધુ દાવેદારો મેદાને

user 2 3 April 2026
સુરેન્દ્રનગર મનપાની પ્રથમ ચૂંટણીમાં 52 બેઠકો માટે ભાજપના 450થી વધુ દાવેદારો મેદાને

સુરેન્દ્રનગરને મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાનારી પ્રથમ ઐતિહાસિક ચૂંટણી માટે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા તાજેતરમાં સેન્સ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, જેમાં શહેરના 13 વોર્ડની કુલ 52 બેઠકો માટે ટિકિટ મેળવવા કાર્યકરોમાં અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો હતો.

ભાજપના નિરીક્ષકો સમક્ષ 450 થી વધુ ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી છે, જે મનપાના પ્રથમ બોર્ડમાં સ્થાન મેળવવા માટે પક્ષમાં રહેલી ભારે સ્પર્ધા દર્શાવે છે. ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે સેન્સ પ્રક્રિયા દરમિયાન મોટી સંખ્યામાં મહિલાઓ અને શિક્ષિત યુવા ચહેરાઓનો જમાવડો જોવા મળ્યો હતો.

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગરના રાજકીય ઈતિહાસ પર નજર કરીએ તો છેલ્લા 31 વર્ષમાં 5 વખત ભાજપે સત્તા સંભાળી છે, જ્યારે માત્ર 1 વાર કોંગ્રેસનું બોર્ડ બન્યું છે.

જોકે, ભૂતકાળમાં 1997નો બળવો અને 2007માં ‘નો-રિપીટ’ થિયરીને કારણે ભાજપને સત્તા ગુમાવવી પડી હતી. આ વખતે પ્રથમ મનપાની ચૂંટણી હોવાથી પ્રદેશ નેતૃત્વ માટે 450 દાવેદારોમાંથી 52 સક્ષમ ઉમેદવારોની પસંદગી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. પક્ષના શિસ્તબદ્ધ કાર્યકરો, જનતામાં લોકપ્રિયતા અને જ્ઞાતિગત સમીકરણોને ધ્યાને રાખીને આખરી યાદી તૈયાર કરવામાં આવશે. પ્રથમ બોર્ડ કબજે કરવા માટે ભાજપ કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી અને મજબૂત પેનલ ઉતારવા માટે વ્યૂહરચના ઘડી રહ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર બન્યું હનુમાન નગર, જિલ્લાના 4000 મંદિરોમાં હનુમાન જયંતીની ઉજવણી
Next: ધ્રાંગધ્રા-સુરેન્દ્રનગર રોડ પર ડમ્પર ચાલકે રિવર્સમાં બાઈકને અડફેટે લેતા પિતા-પુત્ર ઈજાગ્રસ્ત

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add