Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગર: પશુ અત્યાચારના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

user 2 24 March 2026
સુરેન્દ્રનગર: પશુ અત્યાચારના ગુનામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પશુ અત્યાચારના ગંભીર ગુનામાં લાંબા સમયથી પોલીસને થાપ આપી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે.

સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે ઓપરેશન હાથ ધરીને એન.ટી.એમ. (NTM) સ્કૂલ પાસેથી આરોપીની ધરપકડ કરી છે. ઝડપાયેલા આરોપીનું નામ ભુરાભાઈ વેલસીભાઈ કોડિયા (રહે. ટુવા) હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Group

આરોપી ભુરાભાઈ સામે ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુનો નોંધાયા બાદ ધરપકડથી બચવા માટે આરોપી સતત નાસતો ફરતો હતો. સિટી ‘એ’ ડિવિઝન પોલીસ અને અન્ય એજન્સીઓ તેને શોધી રહી હતી, પરંતુ તે હાથ લાગતો નહોતો. આ દરમિયાન પેરોલ ફર્લોની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે આરોપી શહેરની એન.ટી.એમ. શાળા નજીક આવવાનો છે.

ચોક્કસ વોચ ગોઠવીને પોલીસે તેને દબોચી લીધો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પશુઓ પર ક્રૂરતા આચરવાના આ કેસમાં આરોપીની ધરપકડ થતા અન્ય તત્વોમાં પણ ફફડાટ વ્યાપ્યો છે. પેરોલ ફર્લો સ્ક્વોડ દ્વારા આરોપીનો કબજો સુરેન્દ્રનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસને સોંપવામાં આવ્યો છે, જે હવે આ કેસમાં વધુ તપાસ ચલાવી રહી છે. પોલીસની આ કામગીરીને પગલે નાસતા ફરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશ તેજ બની છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રા મામલતદારે પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજી
Next: ધ્રાંગધ્રા સેવા સદન પાસે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી અકસ્માતનો ભય

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add