Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

user 2 22 March 2026
Loan Shark Crackdown

સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી છે. તાજેતરમાં મૂળી તાલુકાના ગઢડા ગામે વ્યાજખોરોના ત્રાસથી એક ખેડૂતે આત્મહત્યા કરી હતી, જેવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તે માટે રેન્જ I.G. નિરલિપ્ત રાય અને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ વિશેષ ‘અરજી મેળા’નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર ડિવિઝનના એ-ડિવિઝન, બી-ડિવિઝન, વઢવાણ, લખતર, જોરાવરનગર અને મૂળી એમ 6 પોલીસ સ્ટેશન વિસ્તારના 100 થી વધુ પીડિતો ઉમટી પડ્યા હતા.

Join Our WhatsApp Group

આ મેળાની ખાસિયત એ હતી કે પોલીસ માત્ર ફરિયાદ નોંધીને અટકી નથી, પરંતુ પીડિતોને વ્યાજખોરોની ચુંગાલમાંથી કાયમી મુક્તિ અપાવવા માટે બેંકિંગ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવી છે. કાર્યક્રમમાં SBI, ગુજરાત ગ્રામીણ બેંક અને યુનો બેંક જેવી વિવિધ સરકારી બેંકોના મેનેજરોને ખાસ તેડાવવામાં આવ્યા હતા. જે લોકો આર્થિક ભીંસમાં છે તેમને તાત્કાલિક ધોરણે બેંક લોન મળી રહે તે માટે પોલીસ વિભાગે મધ્યસ્થીની ભૂમિકા ભજવી હતી.

આ ઉપરાંત, મહાનગરપાલિકા દ્વારા ઔદ્યોગિક એકમોને આપવામાં આવતી ₹10,000 થી ₹50,000 સુધીની લોન પ્રક્રિયા પણ સ્થળ પર જ શરૂ કરવામાં આવી હતી.

સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, “આર્થિક સંકળામણને કારણે કોઈ વ્યક્તિ અંતિમ પગલું ન ભરે તે અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે.” પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે જે વ્યાજખોરો નિર્દોષ લોકોને ધાક-ધમકી આપે છે તેમની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આ મેળામાં ઉપસ્થિત પીઆઈ અને પીએસઆઈ સ્તરે લોકોની રજૂઆતો સાંભળીને તાત્કાલિક નિરાકરણ લાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આ પહેલથી વ્યાજના વિષચક્રમાં ફસાયેલા સેંકડો પરિવારોમાં આશાનું કિરણ જાગ્યું છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત
Next: સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add