Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણના પર કટુડા નજીક ત્રિપલ અકસ્માત: 2ના મોત, 6ને ઈજા

user 2 22 March 2026
surendranagar-dhangadhra-road-katuda-triple-accident-news

સુરેન્દ્રનગર જિલ્લામાં રફ્તારના રાક્ષસો ફરી બેફામ બન્યા છે. ધાંગધ્રા રોડ પર આવેલા કટુડા ગામ નજીક એક કાર અને બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા ગમખ્વાર ત્રિપલ અકસ્માતમાં બે આશાસ્પદ યુવકોના કરુણ મોત નીપજ્યા છે.

આ અકસ્માતમાં અન્ય 6 જેટલા વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે મેડિકલ કોલેજ ખસેડવામાં આવ્યા છે. મોડી રાત્રે સર્જાયેલી આ ઘટનાને પગલે હોસ્પિટલ ખાતે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, જેને નિયંત્રિત કરવા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવો પડ્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, ધાંગધ્રા તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી કારના ચાલકે આગળ જઈ રહેલા બે બાઈક સવારોને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા મહેશભાઈ જેઠાભાઈ રબારી અને નાથાભાઈ રબારીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.

Join Our WhatsApp Group

katuda-triple-accident-news

આ બંને મૃતક યુવકો સુરેન્દ્રનગરના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. જોરાવરનગર પોલીસે આ મામલે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

સુરેન્દ્રનગર ASP વૈદિકા બિહાનીએ જણાવ્યું હતું કે, કાર ચાલકે નિયંત્રણ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે અને તાજેતરમાં જ તંત્ર દ્વારા 9 સ્થળોને ‘બ્લેક સ્પોટ’ જાહેર કરવામાં આવ્યા છે. વારંવારની અપીલ છતાં ઓવરસ્પીડ અને ટ્રાફિક નિયમોના ભંગને કારણે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે. હાલ મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી વધુ તપાસ તેજ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Road Accident (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: વિશ્વ જળ દિવસ: ઢાંકી પમ્પિંગ સ્ટેશન દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છની ધરા થઈ નર્મદાના નીરથી તૃપ્ત
Next: વઢવાણ મિલેટ મહોત્સવ: રાગી ના પૌષ્ટિક લાડુ અને પાપડ બન્યા આકર્ષણનું કેન્દ્ર

Related News

wadhwan Khamisana Canal Bridge

વઢવાણના ખમીસાણા પાસે નર્મદા કેનાલનો પુલ 1 વર્ષથી બંધ રહેતા 7 ગામના લોકોમાં ભારે રોષ, જોખમી પુલ પરથી અવરજવર કરવા મજબૂર

surendranagarupdate1@gmail.com 29 June 2026
wadhwan-police-gambling-raid-dedadra-village-controversy

દેદાદરા નજીક જુગારધામ પર રોડા: અધૂરો મુદ્દામાલ દર્શાવતા વઢવાણ પોલીસની કામગીરી શંકાના ઘેરામાં

surendranagarupdate1@gmail.com 26 June 2026
WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

User 3 20 May 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add