Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

રતનપરમાં ખુલ્લી ડ્રેનેજથી રોગચાળો ફાટી નીકળ્યો: મેલેરિયાના કેસો વધતા રહીશોમાં ભારે રોષ

user 2 19 March 2026
રતનપરમાં ખુલ્લી ડ્રેનેજથી રોગચાળો ફાટી નીકળ્યો: મેલેરિયાના કેસો વધતા રહીશોમાં ભારે રોષ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના સેનિટેશન વિભાગની નબળી કામગીરીને કારણે રતનપર વિસ્તારમાં ગંભીર આરોગ્ય કટોકટી સર્જાઈ છે. રતનપરના ગુરુ દત્તાત્રેય મંદિર સામે આવેલા વણકરવાસ વિસ્તારમાં લાંબા સમયથી ખુલ્લી ડ્રેનેજ અને ગંદકીના ગંજ જામ્યા છે.

વરવી વાસ્તવિકતા એ છે કે ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતા આ ખુલ્લી ગટરોમાં મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, પરિણામે સમગ્ર વિસ્તારમાં મેલેરિયા, શરદી, ઉધરસ અને તાવ જેવા રોગચાળાએ માથું ઉચક્યું છે.

Join Our WhatsApp Group

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર, આ વિસ્તારમાં અંદાજિત 50થી વધુ મકાનો આવેલા છે, જ્યાં રહીશો માટે અસહ્ય દુર્ગંધ વચ્ચે જીવવું મુશ્કેલ બન્યું છે. મહાનગરપાલિકા દ્વારા સેનિટેશન પાછળ કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે, તેમ છતાં રતનપર જેવા ગીચ વિસ્તારોમાં સફાઈ કામગીરી શૂન્ય જોવા મળી રહી છે.

ભેજવાળા વાતાવરણ અને મચ્છરોના પ્રજનનને કારણે ઘરે-ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. લોકોમાં એવી ભીતિ સેવાઈ રહી છે કે જો તંત્ર વહેલી તકે નહીં જાગે તો કોઈ મોટી જાનહાનિ થઈ શકે છે.

વણકરવાસના રહીશોએ માંગ કરી છે કે આ ખુલ્લી ડ્રેનેજની તાત્કાલિક સાફ-સફાઈ કરવામાં આવે અને ભવિષ્યમાં આ સમસ્યાના કાયમી ઉકેલ માટે પાઈપ લાઈન નાખી અંડરગ્રાઉન્ડ ડ્રેનેજની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે. ગંદકી અને દુર્ગંધના કારણે નાના બાળકો અને વૃદ્ધોના સ્વાસ્થ્ય પર જોખમ તોળાઈ રહ્યું છે.

તંત્ર દ્વારા માત્ર કાગળ પર જ સફાઈના દાવા કરવામાં આવે છે કે કેમ તેવો પ્રશ્ન સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે મહાનગરપાલિકા આ ગંભીર મુદ્દે ક્યારે એક્શન લે છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધાંગધ્રામાં ખોટા દસ્તાવેજો જમીન પચાવી પાડવાનું કાવતરું કરનાર 3 શખ્સો ઝડપાયા
Next: સુરેન્દ્રનગર જિલ્લામાં મીની વાવાઝોડા સાથે તોફાની વરસાદ, ખેતી પાક પાયમાલ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add