Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર: APMCમાં કપાસ-એરંડા પલળતા લાખોનું નુકસાન

user 2 19 March 2026
પાટડીમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાનો કહેર: APMCમાં કપાસ-એરંડા પલળતા લાખોનું નુકસાન

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી અને દસાડા તાલુકામાં કુદરતી આફત ત્રાટકી છે. બુધવારે મોડી રાત્રે અને ગુરુવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં આવેલા પલટાએ ભારે પવન અને કમોસમી વરસાદ સાથે તારાજી સર્જી છે.

ખાસ કરીને ખારાઘોડાના રણમાં મીઠું પકવતા અગરિયાઓ પર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. 08 મહિનાની સખત મહેનત બાદ જ્યારે મીઠું રણમાંથી બહાર લાવવાની તૈયારીઓ ચાલી રહી હતી, ત્યારે જ આવેલા વાવાઝોડાને કારણે અગરિયાઓની સોલર પ્લેટો તૂટી ગઈ છે અને તૈયાર મીઠા પર માટીના થર જામી જતા લાખોનું નુકસાન થયું છે. પીડિત અગરિયાઓએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી આર્થિક સહાયની માંગ કરી છે.

Join Our WhatsApp Group

બીજી તરફ, પાટડી માર્કેટિંગ યાર્ડ (APMC) માં પણ વરસાદે ભારે નુકસાન પહોંચાડ્યું છે. યાર્ડમાં ખુલ્લામાં રાખવામાં આવેલી કપાસ અને એરંડાની જણસ અચાનક ત્રાટકેલા વરસાદમાં પલળી ગઈ હતી. વરસાદ શરૂ થતા જ વેપારીઓમાં પોતાની જણસ બચાવવા માટે ભારે દોડધામ મચી ગઈ હતી. જોકે, માલ સલામત સ્થળે ખસેડાય તે પહેલા જ મોટો જથ્થો પલળી જતા વેપારીઓને વ્યાપક આર્થિક ફટકો પડ્યો છે.

માત્ર રણ કે યાર્ડ જ નહીં, પરંતુ સમગ્ર પંથકમાં ભારે પવનને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. કમોસમી વરસાદને કારણે ખેતી અને વેપાર બંને ક્ષેત્રે પાયમાલી જોવા મળી રહી છે. રણમાં મીઠું પકવતા મજૂરો અને અગરિયાઓ માટે આ સીઝનનો સૌથી મોટો ફટકો સાબિત થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા નુકસાનીનો અંદાજ મેળવવાની કામગીરી શરૂ કરવામાં આવે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: થાન-ચોટીલા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે માદા દીપડો ઘાયલ: રેસ્ક્યુ કરી જૂનાગઢ ખસેડ્યો
Next: સુરેન્દ્રનગરમાં સામાન્ય વરસાદમાં જ વીજળી ગુલ: 3 કલાક સુધી અંધારપટ્ટ છવાયો

Related News

Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026
દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

user 2 1 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add