Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

user 2 20 March 2026
ચોટીલા હાઈવે પર કમકમાટીભર્યો ત્રિપલ અકસ્માત: ઠાકોર પરિવારના 2 સભ્યોના મોત

સુરેન્દ્રનગર જિલ્લાના રાજકોટ-અમદાવાદ નેશનલ હાઈવે પર ચોટીલા પાસે એક ગમખ્વાર ત્રિપલ અકસ્માત સર્જાયો છે. ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા અમદાવાદના સેજપુર બોઘા વિસ્તારના ઠાકોર પરિવારની કારને મઘરીખડા ગામ પાસે અકસ્માત નડ્યો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર, ચોટીલા હાઈવે પર મઘરીખડા ગામ પાસે ખુલ્લા ડિવાઈડર પરથી અચાનક ટર્ન લેતી પીકઅપ વાને કારને જોરદાર ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કાર 70 ફૂટ જેટલી દૂર ફંગોળાઈને હોટલના ગ્રાઉન્ડમાં ઉભેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાઈ હતી.

Join Our WhatsApp Group

આ ભયાનક દુર્ઘટનામાં સોનાલીબેન હર્ષદભાઈ ઠાકોર (ઉંમર 28વર્ષ) અને આશિષ રણજીતભાઈ ઠાકોર (ઉંમર 16) ના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા છે. જ્યારે કલ્પેશભાઈ કનુભાઈ ઠાકોર (ઉંમર 29 વર્ષ), કાર ચાલક હર્ષદભાઈ (ઉંમર 30 વર્ષ) અને 3 વર્ષીય માસૂમ બાળક દિવ્યાંશને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ખુલ્લા ડિવાઈડરે લીધો ભોગ ઘટનાસ્થળના પ્રાથમિક નિરીક્ષણ મુજબ, હાઈવે પર આવેલું ગેરકાયદે કે ખુલ્લું ડિવાઈડર આ અકસ્માતનું મુખ્ય કારણ બન્યું છે. પીકઅપ વાને આ ડિવાઈડર પરથી અચાનક રોડ ક્રોસ કરતા સામેથી આવતી કાર સાથે તેની ટક્કર થઈ હતી. સ્થાનિકોમાં પણ આ જીવલેણ ડિવાઈડર સામે રોષ જોવા મળી રહ્યો છે.

દર્શન કરી પરત ફરતી વખતે કાળનો પંજો ચૈત્રી નવરાત્રીનો પવિત્ર તહેવાર હોવાથી અમદાવાદનો ઠાકોર પરિવાર શ્રદ્ધાપૂર્વક ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવ્યો હતો. દર્શન કરીને હજુ તો તેઓ 10 કિલોમીટર જ આગળ વધ્યા હતા ત્યાં જ મઘરીખડા પાસે કાળમુખા અકસ્માતે પરિવારની ખુશીઓને માતમમાં ફેરવી નાખી હતી.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Road Accident (માર્ગ અકસ્માત)

Post navigation

Previous: ધ્રાંગધ્રાના પરોઢિયા વિસ્તારમાં જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા, 5 ફરાર
Next: થાનમાં રહેણાંક મકાનમાંથી 1.61 લાખનો દારૂ ઝડપાયો

Related News

Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
chotila-independence-day-darshanaben-vaghela-hands-over-land-rights-to-10-families

ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા

surendranagarupdate1@gmail.com 16 August 2026
chotila deputy Collector H. T. Makwana Transferred From Chotila To Mahisagar

ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી

surendranagarupdate1@gmail.com 16 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add