Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

અહીંથી નીકળો તો સાવધાન રહેજો, સુરેન્દ્રનગરમાં બ્લેક સ્પોટની સંખ્યા 6થી વધીને 9 થઈ

user 2 17 March 2026
અહીંથી નીકળો તો સાવધાન રહેજો, સુરેન્દ્રનગરમાં બ્લેક સ્પોટની સંખ્યા 6થી વધીને 9 થઈ
  • નવમાંથી સાત અકસ્માત ઝોન અમદાવાદ-રાજકોટ હાઇવે પર
  • RTO, પોલીસ અને R&B વિભાગે અકસ્માતના કારણો શોધવા તપાસ હાથ ધરી
  • હાઈવે પર સ્પીડ બ્રેકર, બેનરો લગાવવા આદેશ
  • માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી છતાં જાગૃતિનો અભાવ

સુરેન્દ્રનગર જિલ્લામાં માર્ગ અકસ્માતોની સંખ્યામાં દિન-પ્રતિદિન થઈ રહેલો વધારો ચિંતાનો વિષય બન્યો છે. વર્ષ ૨૦૨૫માં જિલ્લામાં માત્ર ૦૬ બ્લેક સ્પોટ (અકસ્માત પ્રભાવી ક્ષેત્રો) હતા, જેની સંખ્યા ચાલુ વર્ષે વધીને ૦૯ પર પહોંચી ગઈ છે. આ વધારાને પગલે આજથી આરટીઓ, ટ્રાફિક પોલીસ તથા માર્ગ અને મકાન વિભાગ (આર એન્ડ બી) વિભાગની સંયુક્ત ટીમે તપાસ હાથ ધરી છે.

સર્ચ ઓપરેશનનો મુખ્ય હેતુ ચોક્કસ સ્થળોએ વારંવાર થતાં અકસ્માતના પરિબળોની તપાસ કરવાનો છે જેના કારણે લોકો જીવ ગુમાવે છે. હાલ (૧) દેવપરા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૨) પાણશીણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૩) ઓનેસ્ટ હોટલ- લીંબડી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૪) બલદાણા પાટિયા (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૫) સાયલા ગામ (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૬) ડોળીયા બાઉન્ટ્રી (અમદાવાદ-રાજકોટ હાઇવે) (૭) આપાગીગા ચોકડી-ચોટીલા (અમદાવાદ-રાજકોટ હાઇવે)(૮) સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ રોડ (૯) વઢવાણ ગેબનશાપીર રોડને બ્લેક સ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે.

Join Our WhatsApp Group

નોંધનીય છે કે, થોડા સમય પહેલા જ માર્ગ સલામતી માસની ઉજવણી કરવામાં આવી હોવા છતાં વાહનચાલકોમાં અપેક્ષિત જાગૃતિ જોવા મળી નથી. આગામી દિવસોમાં તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરી અકસ્માતોનો નિવેડો લાવવા માટે વિવિધ સ્તરે લોકજાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે. સુરેન્દ્રનગર આરટીઓ ઓફિસર એમ.ડી. પાનેશરિયાએ જણાવ્યું હતું કે, ‘અકસ્માતોની સંખ્યા ઘટાડવા માટે આ સ્થળો પર નવા સ્પીડ બ્રેકર મૂકવામાં આવશે, દિશાસૂચક બોર્ડ અને લોકજાગૃતિના બેનરો લગાવવામાં આવશે. ડેટા એનાલિસિસ દ્વારા એ જાણવાનો પ્રયાસ કરાશે કે ટેકનિકલ ખામી કે માનવીય ભૂલમાંથી કયું પરિબળ વધુ જવાબદાર છે.’ હાઇવે પરના મોટાભાગના સીસીટીવી-સ્પીડ સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતો અમદવાદ-રાજકોટ સિક્સલેન નેશનલ હાઇવે (૪૭) પર કરોડોનો ખર્ચે સીસીટીવી કેમેરા, સ્પીડ કેમેરા અને સ્પીડ લિમિટ ડિસ્પ્લે લગાવામાં આવી છે પરંતુ એક કેમેરા કે ડિસ્પ્લે કાર્યરત હાલતમાં નથી. જેના કારણે હાઇવે પર વાહન ચાલકો બેફામ બની અકસ્માત સર્જાતા હોય છે અને નિર્દોષ લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે. જિલ્લામાં અકસ્માતોની સંખ્યા વધતા આ કેમેરા ચાલુ કરવા માંગ ઉઠી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: મુળીના ખાખરાળામાં ગેરકાયદે ચાઈના ક્લેનું ખનન ઝડપાયું
Next: સુરેન્દ્રનગરની 1,355 આંગણવાડીની 2,710 બહેનો હડતાલ પર ઉતરશે

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add