સુરેન્દ્રનગરનગરના વઢવાણ-મૂળચંદ રોડ પર લગભગ એક મહિના પહેલા છૂટાછેડાના કેસની કોર્ટ મુદત પૂરી કરીને પરત ફરી રહેલી પત્ની પર છરીના 27 ઘા ઝીંકીને નિર્દયતાથી હત્યા કરી નાસી છૂટેલા આરોપી પતિ રાજેશ કાંઝિયાને બી-ડિવિઝન પોલીસે વાપીથી ઝડપી પાડ્યો છે.
વઢવાણ તાલુકાના બાળા ગામે પિયરમાં રહેતી સોનલબેન અને તેના પતિ રાજેશ કાંઝિયા વચ્ચે ફેમિલી કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો.
ગત 18 ઓગસ્ટના રોજ કોર્ટની કાર્યવાહી પૂર્ણ થયા બાદ સોનલબેન પોતાની માતા અને રિક્ષાચાલક સાથે રિક્ષામાં ઘર તરફ જઈ રહ્યા હતા.
તે દરમિયાન રસ્તામાં પતિ રાજેશ કાંઝિયાએ ઘાત લગાવીને તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો અને આડેધડ છરીના ઘા મારી પત્નીની હત્યા કરી નાખી હતી.
આ હુમલામાં વચ્ચે પડીને બચાવવા ગયેલા માતા અને રિક્ષાચાલકને પણ ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ રાજેશ ફરાર થઈ ગયો હતો.
બી-ડિવિઝન પોલીસ મથકમાં ગુનો નોંધાયા બાદ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીને પકડવા માટે સક્રિય થઈ હતી.
પોલીસ તપાસમાં સામે આવ્યું કે રાજેશ પકડાઈ જવાના ડરે અમદાવાદ, સુરત અને નવસારી સહિતના વિવિધ વિસ્તારોમાં ભાગતો ફરતો હતો.
એટલું જ નહીં, પોલીસથી છુપાવવા માટે તેણે પોતાના માથાના વાળ કપાવીને મુંડન કરાવી લીધું હતું અને ભિખારી જેવો વેશ ધારણ કર્યો હતો. તેમ છતાં ટેક્નિકલ અને હ્યુમન સોર્સની સચોટ બાતમીના આધારે પોલીસે વાપી ખાતેથી તેને દબોચી લીધો હતો.
પોલીસ પૂછપરછમાં પત્ની સાથેના અવારનવારના ઝઘડા અને મિલકત બાબતના વિવાદો સામે આવ્યા છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…