વાલ્વમાં ખામી અને તંત્રની નિષ્ફળતા વઢવાણના શિયાણી પોળ, મસ્જિદ ચોક અને નવા દરવાજા સહિતના વિસ્તારોમાં પાણીનો પુરવઠો ખોરવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ, મુખ્ય ટાંકીના વાલ્વ ફેઈલ (Valve Failure) થવાથી આ સમસ્યા સર્જાઈ છે. રિપેરિંગની કામગીરી ચાલુ હોવાનું રટણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ ત્યાં સુધી જનતાએ મોંઘા ભાવના પ્રાઈવેટ ટેન્કર (Private Tanker) મંગાવવાની નોબત આવી છે.
કૂવા કાંઠે તરસ્યા જેવો ઘાટ સૌથી ચોંકાવનારી વાત એ છે કે સૌરાષ્ટ્રની તરસ છીપાવતો ધોળીધજા ડેમ (Dholidhaja Dam) હાલ 16 ફૂટની સપાટીએ ભરેલો છે. ડેમની સાવ નજીક હોવા છતાં વઢવાણની જનતા ‘કૂવા કાંઠે તરસ્યા’ જેવો અનુભવ કરી રહી છે. સ્થાનિક ગૃહિણીઓ અને રહીશોએ સવાલ ઉઠાવ્યો છે કે જો શિયાળામાં (Winter) આ હાલત હોય તો આગામી ઉનાળામાં (Summer) સ્થિતિ કેટલી ભયાનક હશે?