Surendranagar

વઢવાણ સ્થાપના દિવસ: 2500 વર્ષ જૂના વર્ધમાનપુરનો ઈતિહાસ

 Wadhwan’s founding day | ગિરનાર પછીનો સૌરાષ્ટ્રનો જૂનામાં જૂનો ભૂભાગ એટલે વઢવાણ. વઢવાણ એવું ગામનું નામ વર્ધન મહાદેવ કે વર્ધમાન મહાવીર પરથી પડ્યું છે, જે 2500 વર્ષથી પણ વધુ પ્રાચીન હોવાનું મનાય છે.

ઋષિપંચમીના પાવન દિવસે વઢવાણનો સ્થાપના દિવસ માનીને છેલ્લા એક દાયકાથી ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ અને અન્ય સ્થાનિક સંસ્થાઓ દ્વારા શનિવારે સાંજે ભોગાવો નદીની મહાઆરતી અને શિલાલેખ પૂજનનું આયોજન કરવામાં આવે છે. આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય વઢવાણના અસ્તિત્વ અને ગૌરવને પુનઃસ્થાપિત કરવાનો છે.

મૈત્રકરાજ્યમાં વઢવાણ જિલ્લાનો દરજ્જો ધરાવતું હતું. વઢવાણનગર તેના ઐતિહાસિક ઘટનાઓથી જાણીતું છે. ઈ.સ. 115માં રાણકદેવીનું વઢવાણ ભોગાવામાં સતી થવું, ઈ. સ.1300માં બત્રીસ લક્ષણનો ભોગ લેતી સુપ્રસિદ્ઘ માધાવાવનું સર્જન, 1305માં પ્રબંધ ચિંતામણી નામના મહાન ગ્રંથનું વઢવાણમાં સંપાદન, 1820માં કવિ દલપતરામનો જન્મ, 1921માં ગાંધીજીના હસ્તે વઢવાણમાં ઘરશાળાની સ્થાપના, 1945માં વઢવાણ કેમ્પને સુરેન્દ્રનગર નામ અપાયું. આ તમા ઘટનાઓ વઢવાણની ઐતિહાસિકતા સિદ્ઘ કરે છે. પાટણના રાજવી સિદ્ઘરાજ જયસિંહ રા’ખેંગારને મારીને રાણકદેવીને જૂનાગઢ લઈ જતો હતો ત્યારે રાણકદેવી વઢવાણના ભોગાવામાં સતી થઈ.

આ વખતે દૂહો રચાયો હતો કે, ‘વારુંનગર વઢવાણ, ભાગોળે ભોગાવો વહે, ભોગવતો રા’ખેંગાર હવે ભોગવ ભોગાવાના ધણી ’ ઉજ્જૈનના પ્રખ્યાત રાજવિક્રમ બાપા ગધર્વસને વઢવાણમાં રાજ કર્યું હતું એમ કહેવાય છે કેમ કે, ગધૈપીળી નામનું એક તળાવ જેનું બીજું નામ ફાટસર ત્યાં પૂર્વાભિમુખના સ્વંયભૂ ગણેશની ચર્તુભૂજ આજે પણ બેઠી છે. આ ગણપતિ ફાટસર તળાવ પાસેથી કુંભાર લોકો તેમજ અન્ય લોકો મકાન માટે માટી ખોદે છે. ત્યારે કોઈવાર ઉંડે ઉંડે માટીની ખાણમાંથી ગધૈયા સિક્કા મળી આવે છે.

કલ્પસૂત્ર નામ જૈનશાસ્ત્રમાં જણાવ્યું છે કે, અસ્થિગ્રામ નામના આ સ્થળે ભગવાન મહાવીર પધાર્યા, રાતભર શૂણપાણ યજ્ઞને ઝઝુમતો રહેવા દઈ મહાવીરે તેના કૃપા કરી તેનો ઉદ્ઘાર કર્યો. ત્યારબાદ આ સ્થળ વર્ધમાનપુર તરીકે નામાભિધાન પામ્યું જે કાળક્રમે અપ્રભંશ થતા આજે વઢવાણ તરીકે ઓળખાય છે. હળવદના રાજચંદ્રસિંહજીના પાટવી કુંવર પૃથ્વીરાજજીએ સામંત તળાવમાં પાણી પાતા ઘોડા પાસે શિયાણીના દરબાર અદાજીના ઘોડા ઉ૫ર ચાબૂકના ઘા કર્યા તે વાતની રાજ સાહેબને ખબર પડતાં ઠપકો આપ્યો. આથી, પૃથ્વીરાજજી ગુસ્સે થઈ ત્યાંથી નીકળી વઢવાણમાં સંવત 1660માં જુદું રાજ્ય સ્થાપ્યુ.

ચંદ્રસિંહજીને દાજીરાજ અને બાલાસિંહજી એમ કુંવરો હતા. જેમાં દાજીરાજે સને 1881માં રાજ્યની લગામ હાથ લીધી હી. 5 મે 1885ના રોજ દાજીરાજ સ્વર્ગસ્થ થયા તેમજ પછી બાલસિંહજી, ત્યારબાદ જશવંતસિંહજી, પછી જોરાવરસિંહજી અને છેલ્લે સુરેન્દ્રસિંહજી ગાદીએ આવ્યા હતા. આ સમયે ભારતને આઝાદી મળી અને રજવાડાઓનું વિલીનીકરણ થયું.

વર્ધમાનપુરીમાં ‘યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્’ સૂત્ર ગુંજતું હતું

વઢવાણમાં બ્રાહ્મણો મોટા ભાગે વાઘેશ્વરી ચોક તરફ, માધાવાવ તરફ મોચી, ખાંડીપોળ ખત્રીની કહેવાતી, મુસ્લિમ રહેતાં તેને કસ્બો કહેવાતો, વોરાજી રહેતા તે વિસ્તારને વોરાવાડ, લીંબલીપા, લાખુપોળ, દીવાન ડેલીમાં સોની અને વાણિયા રહેતા, ભરવાડો ખારવાની પોળ બહાર તેમજ અને સતવારા શિયાણીની પોળ બહાર રહેતા હતા. વઢવાણ એ સમયે બાવન બજારનો બાવટો ગણાતું હતું.

વઢવાણ શહેર જ્યારે વર્ધમાનપુર તરીકે ઓળખાતું ત્યારે ‘‘યશોભૂષણ સર્વદા વર્ધમાનમ્’’ સૂત્ર ગુંજતું હતું. આજે પણ વઢવાણની અસ્મિતાને ચાહનાર આ સૂત્રે સાર્થક કરી રહ્યા છે. હાલ વઢવાણ માત્ર ઐતિહાસિક બની ગયું છે.

વઢવાણ બજારો સુમસામ બની ગયા છે. વેપાર-ધંધામાં સુરેન્દ્રનગરમાં થઈ ગયા છે. વર્તમાન વઢવાણ માત્ર ભૂતકાળને યાદ કરીને ભવિષ્ય તરફ મીટ માંડીને રહ્યું છે.આમ, રાણકદેવી સતીકથા, ભગવાન મહાવીર અસ્થિગ્રામ નામના સ્થળે શુણપાણ યજ્ઞને ઝઝુમતો રાખવાની હવામહેલ, પાડા મસ્જિદ, કાનેટી હનુમાન, શહેરના છ દરવાજા અને કારડીયા રાજપૂતો તથા કંસાર દરબાર ગઢના વિવિધ ઈતિહાસોની કથા આ નગર સાથે સંકળાયેલા છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…

4 days ago

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…

4 days ago

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…

1 week ago

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…

1 week ago

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…

1 week ago

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…

1 week ago