Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરનો દુધરેજનો બંધ કરવામાં આવેલો પુલ 19 નવેમ્બર સુધીમાં સમારકામ પૂર્ણ થઈ જશે.

jeet 4 November 2025
Untitled design_20251104_095949_0000

સમારકામની કામગીરીને આખરી ઓપ..

દુધરેજ પુલ બંધ કરવામાં આવતા છેલ્લા 4 મહિના થી પ્રજા બની છે પરેશાન..

Join Our WhatsApp Group

19 નવેમ્બર સુધીમાં કામ પૂર્ણ કરવાની તંત્રની હૈયાધારણા..

વડોદરામાં બ્રિજ તૂટવાની દુર્ઘટના બન્યા બાદ સુરેન્દ્રનગર જિલ્લાના 13 જેટલા પૂલોને જર્જરીત જાહેર કરી અને બંધ કરવામાં આવ્યા હતા જેમાં દુધરેજ નર્મદાની કેનાલ ઉપર અંદાજિત 25 વર્ષ પહેલા બનાવવામાં આવેલો પુલ હતો તે પણ જર્જરીત જ બની ગયો હતો અને તેના સળિયા દેખાતા હતા અને નીચેના ભાગેથી પોપડા પણ ખરતા હતા આ સંદર્ભે તપાસ કરી અને એન્જિનિયરો દ્વારા આ પુલ બંધ કરી અને તેને સમારકામની જરૂર હોય તેવો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો.

આ સંદર્ભે સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડી અને આ પુલ બંધ કરી દેવામાં આવ્યું હતું અને તેનું જે ડ્રાય વર્ઝન આપવામાં આવ્યું હતું તેને લઈને પબ્લિક અને વાહન ચાલકો પરેશાની નો સામનો આજ દિન સુધી કરી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા અંદાજિત 1.20 કરોડ રૂપિયાના ખર્ચે આ પુલનું સમારકામ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું અને કોન્ટ્રાક્ટરને સમગ્ર કામ સોંપવામાં આવ્યું હતું. ત્યારે હવે તેની ટાઈમ લિમિટ પૂર્ણ થવા જઈ રહી છે 19 મી નવેમ્બરને પુલ સમારકામ કરી અને તંત્રને સોંપવાનો રહેશે તેવું કોન્ટ્રાક્ટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારે હાલના તબક્કામાં નર્મદાની કેનાલ નીચેથી પસાર થતી હોય અને પુલનું કામ ચાલી રહ્યું છે અને આખરી તબક્કામાં હવે આ પુલનું કામ પહોંચી ચૂક્યું છે 19મી નવેમ્બરથી આ પુલ ખુલ્લો મુકવાની તૈયારી તંત્ર દ્વારા દેખાડવામાં આવી છે. નર્મદા વિભાગની અંદરમાં આ પુલ આવી રહ્યો છે. ત્યારે હવે ઝડપથી કામ પૂર્ણ કરવામાં આવે તેવી સૂચનાઓ કોન્ટ્રાક્ટરને અધિકારીઓ દ્વારા આપવામાં આવી રહી છે કારણ કે 40 થી વધુ ગામના લોકો પરેશાની નો સામનો હાલ કરી રહ્યા છે અને વાહન ચાલકોને પણ બે કિલોમીટરનું રસ્તો કાપતા 30 મિનિટનું સમય ગાળો વીતી રહ્યો છે.

ત્યારે હવે 19 મી નવેમ્બર સુધીમાં કામ પૂરું કરી અને આ સમગ્ર પુલ સમારકામ કરી અને વાહન ચાલકોને માટે ખુલ્લો મુકવા તંત્ર દ્વારા હાલ જણાવવામાં આવી રહ્યું છે હાલના તબક્કામાં માલવણ ધાંગધ્રા કચ્છ પાટડી બહુચરાજી તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે 19મી નવેમ્બરે પુલ શરૂ થઈ જતા વાહન ચાલકોને હાલાકી માંથી મુક્તિ મળશે અને સરળતાથી એમ્બ્યુલન્સ સહિતના મોટા વાહનો પણ અવર-જવર કરી શકશે હાલના તબક્કામાં એમ્બ્યુલન્સ ટ્રક જેવા વાહનો ચાલવા દેવામાં આવતા નથી જેને લઈને તેમને પણ માલવણ અમદાવાદ અને કચ્છ તરફ જવું હોય તો હાલાકીના સામનો કરવો પડી રહ્યો છે ત્યારે તેમને પણ હાલાકીમાંથી મુક્તિ મળશે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં વરસાદ થી માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીને નુકસાન..
Next: સુરેન્દ્રનગરના વસ્તડી પુલનું કામ ખાતમહુર્ત બાદ છેલ્લા 4 મહિના થી બંધ હાલતમાં.

Related News

Untitled design (96)

પોલીસ હવે પ્રજાના દ્વારે : સુરેન્દ્રનગરમાં યોજાશે ‘લોકદરબાર અને અરજી મેળો’

user 2 11 March 2026
Surendranagar Update New Logo

પાટડીઃ 9 વર્ષની બાળકીની છેડતી કરનાર 55 વર્ષીય નરાધમને 5 વર્ષની કેદ

user 2 11 January 2026
Untitled design_20251212_100556_0000

સુરેન્દ્રનગરના સરકારી પુસ્તકાલયમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા ત્રણ દિવસ સુધી લાઈટો બંધ રહી..

jeet 12 December 2025

Recent Post

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો sayla-police-seized-liquor-retired-army-man-arrested

સાયલામાં દારૂની 40 બોટલ સાથે નિવૃત્ત આર્મી જવાન ઝડપાયો

22 March 2026
સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી Loan Shark Crackdown

સુરેન્દ્રનગરમાં પોલીસે પીડિતોને વ્યાજખોરોની ચંગૂલમાંથી છોડાવા બેંકો સાથે મળી લોનની વ્યવસ્થા કરી

22 March 2026
તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

22 March 2026
મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

મુળીના ગઢડામાં ખેડૂતને મરવા મજબૂર કરનાર ત્રણ વ્યાજખોર વિરૂદ્ધ ગુનો નોંધાયો

22 March 2026
સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી Surendranagar Bus Stand

સુરેન્દ્રનગર એસ.ટી. બસ સ્ટેન્ડમાં કાળઝાળ ગરમી વચ્ચે પંખા બંધ, મુસાફરોની હાલત કફોડી

22 March 2026
વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો Oral Health Awareness

વર્લ્ડ ઓરલ હેલ્થ ડે: દિવસમાં 2 વખત બ્રશ કરવું, મીઠી વસ્તુનો ઓછો ઉપયોગ કરવો

22 March 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add