Surendranagar Road Safety | સુરેન્દ્રનગર શહેરના મુખ્ય માર્ગોને સુરક્ષિત બનાવવા માટે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation) દ્વારા પ્રથમ વખત આધુનિક અભિગમ અપનાવવામાં આવ્યો છે.
શહેરમાં વધી રહેલા અકસ્માતો (Accidents) અને ખાસ કરીને રાત્રિના સમયે ડિવાઈડર સાથે વાહનો અથડાવાની ઘટનાઓને રોકવા માટે રોડ સેફ્ટી (Road Safety) હેઠળ થર્મોપ્લાસ્ટ (Thermoplastic) પેઇન્ટ અને કેટ-આઈ (Cat-eye) લગાવવાની કામગીરીનો પ્રારંભ કરાયો છે.
મ્યુનિસિપલ કમિશનર (Commissioner) ડૉ. નવનાથ ગવહાણેની સૂચના મુજબ, શહેરના 11 જેટલા મુખ્ય માર્ગો પર રીસર્ફેસિંગ (Resurfacing) પૂર્ણ કર્યા બાદ હવે માર્કિંગની પ્રક્રિયા હાથ ધરાઈ છે. ટાંકી ચોકથી પતરાવાળી ચોક, હેન્ડલૂમથી ફુવારા ચોક અને મલ્હાર ચોક જેવા વ્યસ્ત વિસ્તારોમાં આ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે.
માર્ગ સુરક્ષાની સાથે સાથે શહેરના એર ક્વોલિટી ઇન્ડેક્સ (Air Quality Index) ને જાળવી રાખવા માટે સેનિટેશન વિભાગ (Sanitation Department) દ્વારા વિશેષ રાત્રિ સફાઈ ઝુંબેશ (Night Cleaning Drive) શરૂ કરવામાં આવી છે.
ધૂળની ડમરીઓ ન ઉડે તે માટે રાત્રિના સમયે મુખ્ય માર્ગોને પાણીથી ધોવાની કામગીરી પણ કરવામાં આવી રહી છે. જિનતાન રોડ, રિવરફ્રન્ટ કનેક્ટિંગ રોડ અને 80 ફૂટ રોડ પર આ એક્શન પ્લાન (Action Plan) અમલી બનતા શહેરીજનોને ટ્રાફિક અને પ્રદૂષણથી મોટી રાહત મળશે. આગામી ટૂંક સમયમાં બાકી રહેલા તમામ માર્ગો પર કેટ-આઈ લગાવી દેવામાં આવશે.