Fraud Accused Arrest | સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસ દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે.
સુરેન્દ્રનગર પેરોલ ફર્લો સ્ક્વોડની ટીમે ટેકનિકલ અને હ્યુમન સોર્સની મદદથી મોટી સફળતા મેળવી છે.
એ-ડિવિઝન પોલીસ મથકના છેતરપિંડીના ગુનામાં સજા ભોગવી રહેલા અને વચગાળાના જામીન પરથી છેલ્લા 1 year થી ફરાર આરોપી વિજય રમણભાઈ વાઘેલાને અમદાવાદના નારોલ વિસ્તારમાં આવેલી તેની રેસિડેન્સીના ગેટ પાસેથી ઝડપી લેવામાં આવ્યો છે.
પેરોલ ફર્લો ટીમે આરોપીને પકડીને આગળની સજા ભોગવવા માટે સુરેન્દ્રનગર સબ-જેલ હવાલે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
