Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

મકાન માલિકો સાવધાન: સુરેન્દ્રનગરમાં ભાડુઆતની પોલીસ નોંધણી વગર મકાન ભાડે આપવા પર પ્રતિબંધ

user 2 9 April 2026
Surendranagar Update New Logo

સુરેન્દ્રનગર જિલ્લામાં જાહેર સલામતી અને શાંતિ જાળવી રાખવા માટે વહીવટી તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. અસામાજિક અને ત્રાસવાદી તત્વો ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ગુપ્ત રીતે આશરો ન મેળવે તે હેતુથી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ કે.આર. પટેલ દ્વારા મકાન ભાડે આપવા અંગેનું કડક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ આદેશ મુજબ, હવે જિલ્લામાં કોઈપણ મકાન માલિકે મકાન ભાડે આપતા પહેલા સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરજિયાતપણે જાણ કરવાની રહેશે.

Join Our WhatsApp Group

નવા નિયમ અનુસાર, મકાન માલિકોએ ભાડુઆતનું નામ, કાયમી સરનામું, ફોટોગ્રાફ અને ઓળખના પુરાવા સહિતની તમામ વિગતો નિયત ફોર્મમાં ભરીને પોલીસ સ્ટેશને જમા કરાવવાની રહેશે. આ ઉપરાંત મકાનની વિગત, બાંધકામનું ક્ષેત્રફળ, માસિક ભાડું અને મકાન માલિક સાથે સંપર્ક કરાવનાર દલાલ કે ઓળખાણ આપનાર વ્યક્તિની માહિતી પણ આપવી અનિવાર્ય છે. પોલીસને જાણ કર્યા વગર મકાન ભાડે આપવું હવે કાયદાકીય ગુનો ગણાશે.

આ જાહેરનામું સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં 31 મે 2026 સુધી અમલમાં રહેશે. જો કોઈ મકાન માલિક અથવા મિલકત ધારક આ નિયમોનું ઉલ્લંઘન કરશે, તો તેમની સામે ભારતીય ન્યાય સંહિતા – 2023ની કલમ 223 મુજબ કડક શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ સુરક્ષાના ભાગરૂપે આ નિયમનું ચુસ્તપણે પાલન કરે અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તુરંત પોલીસને જાણ કરે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગર-ધાંગધ્રા હાઈવે પર રાજસીતાપુર નજીક આવેલું ફાટક 4 દિવસ રાત્રિ દરમિયાન બંધ રહેશે
Next: ચૂંટણી આચારસંહિતા: સુરેન્દ્રનગરમાં ઉમેદવારોના વાહનોના કાફલા પર નિયંત્રણ, 10 થી વધુ વાહનો પર પ્રતિબંધ

Related News

Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

surendranagarupdate1@gmail.com 12 July 2026
surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

surendranagarupdate1@gmail.com 11 July 2026
Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

surendranagarupdate1@gmail.com 10 July 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add